Latest

આઈએનએસ વાલસુરા અને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સહયોગથી સામાજિક સેવા કાર્યક્રમનું કરાયું આયોજન

જામનગર: આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે સમગ્ર દેશમાં આઝાદીના 75 વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ઉપલક્ષે જામનગરમાં INS વાલસુરા, નેવી વેલફેર એન્ડ વેલનેસ એસોસિયેશન (NWAA- નવા) અને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, રાજ્ય સરકારના સહયોગથી ધન્વંતરિ ઓડિટોરિયમ, ઇટરા ખાતે સામાજિક સેવા કાર્યકમ યોજાયો હતો. સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને શહેરના વિશિષ્ટ બાળકો એટલે કે દિવ્યાંગ અને મનોદિવ્યાંગ બાળકોના લાભાર્થે અને તેમને સહાય- સાધનો પૂરા પાડવાના હેતુસર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન દરમિયાન સાંસદ પૂનમબેનએ જણાવ્યું હતું કે, નેવી વેલફેર એન્ડ વેલનેસ એસોસિયેશન (NWAA) ના માધ્યમથી દેશભરમાં વિશિષ્ટ બાળકો માટે સોશિયલ આઉટરીચ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

સંસ્થાના વડા શ્રીમતી કલા હરી કુમારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલો ‘વસુધૈવ કુટુંબકમ’ નો સંદશો ખરા અર્થમાં સાર્થક કર્યો છે. રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના સહયોગથી દિવ્યાંગ બાળકોનું જીવન સરળ બને તે માટે અનેક પ્રકારથી સહાય- સાધનો ઉપલબ્ધ બન્યા છે. સાંસદશ્રીએ આવા ઉત્તમ કાર્યક્રમના આયોજન બદલ સંસ્થાના વદ શ્રીમતી કલાહરી કુમાર અને INS વાલસુરાના અધિકારીશ્રીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને નૃત્યથી કરાઇ હતી. ત્યારબાદ સાંસદ શ્રી અને મંચસ્થ મહેમાનોના હસ્તે જામનગર અંધજન તાલીમ કેન્દ્રના 3 લાભાર્થીઓને હાર્મોનિયમ, 70% થી ઓછી દ્રશ્યશક્તિ ધરાવતા બાળકોને સ્માર્ટ વિઝન ગ્લાસીસ, 20 શ્રવણમંદ લાભાર્થીઓને હિયરિંગ એઇડ્સ એટલે કે શ્રવણયંત્ર, ઓમ ટ્રેનિંગ સેન્ટરના 40 બાળકોને બેગ અને ટીશર્ટ, 20 લાભાર્થીઓને વ્હીલચેર, 30 લાભાર્થીઓને ટ્રાઈસિકલ તેમજ 30 વિધાર્થીઓને મલ્ટી સેન્સરી એજયુકેશન કીટ એટલે કે સંવેદનાત્મક પદ્ધતિ શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ઉપરોક્ત સમારોહમાં મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, ભૂતપૂર્વ સૈન્ય અધિકારી શ્રી પરમીંદર કુમાર, NWAA પ્રેસિડેન્ટ શ્રીમતી કલા હરી કુમાર, NWAA વાઇઝ પ્રેસિડેન્ટ શ્રીમતી ઝરીન, સભ્ય શ્રીમતી લાબોની રૉય, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી એમ. આર. પટેલ, INS વાલસુરાના અધિકારીગણ અને કર્મચારીશ્રીઓ, બહોળી સંખ્યામાં લાભાર્થીઓ, દિવ્યાંગ બાળકો અને તેમના વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે મૈત્રીનો નવો સેતુ રચાયો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત અને…

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

1 of 568

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *