જામનગર, સંજીવ રાજપૂત: જામનગરના ઈશરધામ (સચાણા) ખાતે આગામી તા.૬ એપ્રિલ રામનવમીને રવીવારના રોજ ચારણ સંત મહત્મા ઈશરદાસજીના નિર્વાણદિન નિમિતે ઈશર નોમની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે.
આ પ્રસંગે સવારે ૬–૪પ કલાકે મંગળા આરતી તથા બપોરે ૧ર કલાકે રામજન્મ આરતી તથા સાંજે ૭ કલાકે સંધ્યા આરતી યોજાશે તેમજ બપોરે ૧ર–૩૦ અને રાત્રે ૮ કલાકે ભાવીકો માટે ભોજન–મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
જેનો ખર્ચ દાતા નિતીનદાન અમીરદાન ઈસરાણી(ધુનાના ગામ) તરફથી આપવામાં આવેલ છે. તેમજ બપોરે ૩–૩૦ કલાકે શોભાયાત્રા યોજાશે. અને સાંજે ૪ કલાકે નુતન ધ્વજારોહણ તથા હરીરસના પાઠ રાખવામાં આવ્યા છે. ઉપરાંત રાત્રે ૧૦ કલાકે સૌરાષ્ટ્ર–ગુજરાતના સુપ્રસિધ્ધ કલાકારો બ્રિજરાજદાન ગઢવી, હકાભા ગઢવી, હરેશદાન સુરૂ, યુવરાજદાન ગઢવી, રાજેન્દ્રદાન ગઢવી, સાગરદાન ગઢવી, પ્રદિપદાન ગઢવી, અભીષેક ગઢવી અને અનવરભાઈ મીર વિગેરેનો ભજન–લોક સાહિત્ય સહિતનો કાર્યક્રમ યોજાનાર હોય તો સર્વે ભાવીકોએ ઉપસ્થિત રહેવા ઈશરધામ સમિતિ દ્વારા અનુરોધ કરાયો છે.