Latest

આઈ.ટી.આઈ ખાતે ફરજ બજાવતા ટેકનિકલ કર્મચારીઓ જે વારંવાર રજૂઆત કરવા છતાં……જાણો આ પૂરી ઘટના

પ્રેસ નોટ
ગુજરાત રાજ્યની વિવિધ આઈ.ટી.આઈ ખાતે ફરજ બજાવતા ટેકનિકલ કર્મચારીઓના ઘણા લાંબા સમયથી પડતર પ્રશ્નોનુ ન્યાયિક નિરાકરણ સરકારશ્રી દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં આવેલ નથી ત્યારે કર્મચારીઓના આર્થિક અને સામાજિક હિતને ધ્યાને લઇ આઈ.ટી.આઈના કર્મચારીઓની સરકારશ્રી સમક્ષ મુખ્યત્વે બે માંગણીઓ નીચે મુજબ છે

(૧) સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર/આસી.સ્ટોર કીપરના ગ્રેડ પે સુધારવા અંગે ની કામગીરી બાબત.
DGET Delhi ના પરિપત્રનં- Ministry Of Skill Development & Entrepreneurship (MSDE) MSDE– 19/03(10)/2015-CD, Date- 07/01/2016, Govt Of India, Directorate General Of Training મુજબ આઇ.ટી.આઇના ઇન્સ્ટ્રકટરનું પગારધોરણ દરેક રાજ્યોમાં એક સરખો કે જે ૯૩૦૦ -૩૪૮૦૦ ગ્રેડ-પે ૪૬૦૦ કરવા દરેક રાજ્યોના શ્રમ અને રોજગાર વિભાગોને આ અંગે સુચિત કરેલ છે

(૨) વર્ષ ૨૦૦૧ મા માનદ ઉચ્ચક વેતન પર નિમણુક પામેલ સુ.ઇ.શ્રીઓના તેમની નોકરીના બે
વર્ષ સળંગ ગણી પ્રથમ ઉ.પ.ધોરણ નો લાભ આપવા બાબત.

ઉપરોક્ત પ્રશ્નો બાબતે મંડળ દ્વારા સરકારશ્રીને અવારનવાર રજૂઆત કરેલ છે પરંતુ સરકારશ્રી દ્વારા તેનો આજદિન સુધી હકારાત્મક ઉકેલ આવેલ ન હોવાથી મંડળ દ્વારા નાછૂટકે કર્મચારીઓના આર્થિક અને સામાજિક હિતને ધ્યાને લઇ ગાંધીચીંધ્યા માર્ગે જવાની ફરજ પડેલ છે. રાજ્યના ટેકનિકલ વર્ગ-3 ના કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખીને નીચે મુજબના મંડળના કાર્યક્રમના આદેશનું પાલન કરી નીચે આપેલ કાર્યક્રમ સફળ બનાવશે.

• તા:-૨૩/૦૮/૨૨ ના રોજ ગુજરાતની તમામ આઇ.ટી.આઇના કર્મચારીઓ એક દિવસ પ્રતિક ઉપવાસ કરશે.
• તા:‌-૧૦/૦૯/૨૨ ના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ગુજરાતની તમામ આઇ.ટી.આઇનાં કર્મચારીઓ ધરણા પ્રદર્શન કરશે.
• તા:-૨૯/૦૯/૨૨ ના રોજ ગુજરાતની તમામ આઇ.ટી.આઇના કર્મચારીઓ માસ સી.એલ મુકી પોતાનો વિરોધ નોંધાવશે.

તેમ છતાં ઉપરોક્ત પ્રશ્નો બાબતે સરકારશ્રી તરફથી હકારાત્મક ઉકેલ નહિ આવે તો મંડળ દ્વારા આગામી દિવસોમાં ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર કાર્યક્રમો આપવામાં આવશે જેને ગુજરાતના તમામ કર્મચારીઓ સફળ બનાવશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 570

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *