Latest

જામનગર આપ પ્રમુખના જન્મદિને મહા રકતદાન કેમ્પમાં યોજાયો 100થી વધુ બોટલ રક્ત એકત્રિત કરાયુ

જામનગર જિલ્લા પંચાયત પૂર્વ ઉપ પ્રમુખ અને આપ પાર્ટી પ્રમુખ આહીર સમાજ આગેવાન વશરામભાઈ રાઠોડએ પોતાના જન્મદિવસ નિમિત્તે એક મહા રક્તદાન કેમ્પ યોજ્યો જે સમાજ માટે અનોખું ઉદાહરણ બની રહ્યો

આજના સમયે જ્યારે જીજી હોસ્પિટલમાં રકતની અછત છે ત્યારે વશરામભાઈએ જન્મદિને રકતદાન કેમ્પ અભિયાન શરૂ કરી સમાજને રક્તદાન માટે પ્રેરિત કર્યા આ કાર્યક્રમમાં ઉપસ્થિત પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ ધારાસભ્ય હેમંતભાઈ ખવા અગ્રણી મહેશભાઈ બરારિયા નાગજીભાઈ મકવાણા (અલિયા) દિલીપભાઈ આહીર,કોર્પોરેટર રચનાબેન નંદાણીયા,રાજેન્દ્રસિંહ સોઢા,પ્રકાશભાઈ દોંગા,કનુભાઈ મકવાણા,તેજાભાઈ મકવાણા કર્મચારી મંડળના કારોબારી સભ્યો સહિત જામનગરના રાજકીય અને સામાજિક ક્ષેત્રેના આગેવાનો અને કાર્યકરો વિવિધ સંસ્થાના આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા

વિવિધ રક્તદાતાઓએ ભાગ લીધો હતો રક્તદાન કેમ્પો દ્વારા સમાજમાં રક્તની અછત દૂર થાય છે અને માનવતાનું ઉદાહરણ ઉભું થાય તેમ આમ આદમી પાર્ટી જામનગર પ્રમુખ તેમજ જીલ્લા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ વશરામભાઈ રાઠોડ દ્વારા તેમના જન્મદિન નિમિત્તે કેક કાપી કે ફટાકડા ફોડી કે કોઈ અન્ય ખોટા ખર્ચ કરવાના બદલે એક મહા રકતદાન કેમ્પનું આયોજન કરી સમાજને એક નવી રાહ તરફ લઈ જવા પ્રયાસ કર્યો છે

તેમજ થોડા સમય પહેલા જામનગરની જીજી હોસ્પિટલ દ્વારા રક્તદાન કરવા અપીલ પણ કરાઈ હતી તે ધ્યાને લઈ તેમજ જીજી હોસ્પિટલમાં લોહીની અછતને ધ્યાનમાં લઈ અને રક્તદાન કરવા માટે યુવા વર્ગ તેમજ જાહેર જીવનના લોકોને પ્રેરિત કરવા મહા રક્તદાન કેમ્પનું આયોજન કરાયુ હતુ આ કાર્યક્રમ આહીર સમાજ ગુલાબનગર જામનગર ખાતે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યો હતો

માનવ જીવન માટે રક્તદાન કેમ્પ અમૂલ્ય છે જેમાં લોહી એક મહત્વનું તત્વ છે લોહીની આકસ્મિક જરૂર કોઈપણ વ્યક્તિને પડી શકે છે કારણ કે લોહીનો કોઈ વિકલ્પ નથી એક વખત રક્તદાન કરવાથી આપ ૩ વ્યક્તિની જિંદગી બચાવી શકો છો માટે આ ભગીરથ કાર્યમાં જોડાઈને કોઈનું અમૂલ્ય જીવન બચાવવાનું ઉમદા કાર્ય કરો છો

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ-૨૦૨૫ ની ઉજવણી અંતર્ગત ગોધરા ખાતે ટ્રાફીક એજ્યુકેશન કાર્યક્રમ યોજાયો

એબીએનએસ, ગોધરા (પંચમહાલ): ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ…

1 of 575

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *