જામનગર, સંજીવ રાજપૂત: શહેરમાં તળાવની પાળે બાલા હનુમાનજીના મંદિર પાસેથી રામ સવારી નો પ્રારંભ થયો, ત્યારે જામનગર જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા સૌ પ્રથમ વખત શોભાયાત્રા ની સુરક્ષા માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ, તેમજ શહેર વિભાગના ડીવાયએસપી જે. એન. ઝાલા ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ના પી.આઈ. બી.એન. ચૌધરી અને તેઓની ટુકડી દ્વારા સમગ્ર શોભા યાત્રાના રૂટ પર ડ્રોન કેમેરાની ગોઠવણ કરીને હવામા ડ્રોન ઉડાવીને સમગ્ર વિસ્તારનું મોનીટરિંગ કરવામાં આવ્યુ હતું.