જામનગર: ભારતની આઝાદીના ૭૫માં વર્ષમાં રાષ્ટ્ર નિર્માણની પ્રતિબદ્ધતા માટે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના સંયુક્ત ઉપક્રમે સવારે નવ વાગ્યે લાખોટા તળાવ ગેટ નંબર 1 ખાતેથી તિરંગા યાત્રા યોજાઈ ગઈ, આ યાત્રા પહેલા ધારાસભ્ય, જામ્યુકોના પદાધિકારીઓ અધિકારીઓની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. તિરંગા યાત્રા લાખોટા તળાવ ગેટ નંબર 1 ખાતેથી પ્રસ્થાન કરી તળાવ ભાગ-૨ પાસે શ્યામજી કૃષ્ણ વર્મા ની પ્રતિમા ને ફૂલહાર કરી ત્યાંથી સુમેર કલબ રોડ થઈ રણજીત નગર મેઇન રોડ થી પસાર થઇ લેવા પટેલ સમાજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે પૂર્ણ થઈ હતી.
આ તિરંગા યાત્રા માં શહેરના પ્રબુદ્ધ નાગરિકો, શહેરીજનો જામનગરની સરકારી શાળાના વિદ્યાર્થીઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો સહિત 6000 થી વધુ નગરજનો જોડાયા હતા, આ કાર્યક્રમમાં આઝાદીનાં ૭૫ અમૃત મહોત્સવ નિમિત્તે નગર પ્રાથમિક શિક્ષણ સંચાલિત શાળાના શિક્ષકો અને બાળકો દ્વારા ૭૫ મીટરના તિરંગા સાથે યાત્રા માં જોડાયા હતા. 75 મીટરનો આ ધ્વજ યાત્રાનું આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો તેમજ તિરંગા યાત્રાના રૂટ પર સાથોસાથ દેશભક્તિ ની ટીમને આધારિત વિવિધ ફ્લોટ પણ તૈયાર કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી આર.સી.ફળદુ , ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર શ્રી તપનભાઇ પરમાર ,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી મનીષભાઈ કટારીયા, શાસક પક્ષના નેતા શ્રીમતી કુસુમબેન પંડ્યા, દંડક શ્રી કેતનભાઈ ગોસરાણી ,સાંસ્કૃતિક સમિતિ ના ચેરમેન શ્રીમતી હર્ષાબા પી. જાડેજા, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મનીષભાઈ કનખરા વાઇસ ચેરમેન શ્રીમતિ પ્રજ્ઞાબા સોઢા, કમિશનર શ્રી વિજયકુમાર ખરાડી, કલેકટર શ્રી ડોક્ટર સૌરભ પારધી, એસપી પ્રેમસુખ ડેલુ, શાસનાધિકારી શ્રી ફાલ્ગુની બેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, મહામંત્રી શ્રી પ્રકાશભાઈ બાંભણિયા ,શ્રી મેરામણભાઈ ભાટુ , શ્રી વિજયસિંહ જેઠવા પૂર્વ મંત્રી શ્રીમતી વસુબેન ત્રિવેદી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, મુકેશભાઈ દાસાણી હિરેનભાઈ કનખરા, હિતેન ભાઈ ભટ્ટ , પૂર્વ મેયર મનહરભાઈ ઝાલા ઝાલા, તમામ વિસ્તારોના કોર્પોરેટર દિવ્યેશભાઈ અકબરી, ઓ, શિક્ષણ સમિતિના સભ્યો શ્રી મનિષાબેન બાબરીયા સંજયભાઈ દાહોદીયા, યાત્રી બેન ત્રિવેદી, શ્રીવિમલકુમાર સોનછાત્ર, શ્રીનીલેશભાઈ હાડા શ્રી, રમેશભાઈ કંસારા શ્રી દિનેશભાઈ દેસાઈ, શ્રીપરસોત્તમભાઇ કમાણી શ્રી Rauf ભાઈ ગઢકાઈ, શ્રી મુકેશભાઈ વસોયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મનીષભાઈ કનખરા વાઇસ ચેરમેન શ્રી પ્રજ્ઞાબા સોઢાના માર્ગદર્શન મુજબ કરવામાં આવ્યું હતું.