Latest

જય જલિયાણ સેવા કેમ્પની સુંદર કામગીરી, છેલ્લા 16 વર્ષથી ભક્તો માટે સેવા કેમ્પ યોજે છે. સુંદર અને ટપુ સેવા કેન્દ્રમાં આવ્યા

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલો છે. હાલમાં ભાદરવી મહાકુંભ ચાલી રહ્યો છે ત્યારે વિવિધ સેવા કેમ્પો દ્વારા માઈ ભક્તોને સેવા આપવામાં આવે છે.રતનપુર દાંતા ખાતે છેલ્લા 16 વર્ષથી માઈ ભક્તોની સેવા માટે જય જલિયાણ સેવા કેમ્પ યોજવામાં આવે છે.

જેના બીજા દિવસે મોડી રાત્રે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ મયુર વાકાણી ઉર્ફે સુંદર મામા પધાર્યા હતા. તેમણે પોતાની આગવી શૈલીમાં મનોરંજન પિરસ્યું હતું. આયોજક હિતેશભાઈ ઠક્કર સહિત સમગ્ર ટીમને શુભેચ્છા આપી હતી.

માં અંબા આ કાર્ય માટે તેમને શક્તિ આપે તેમ કહ્યું હતું ,સુંદર મામાએ કહ્યું કે માય ડિયર જીજાજી મને ગમે છે અને હું એમને ગમું છું માં અંબા એમને ટેક્સીના ભાડા ભરવાની શક્તિ આપે. પ્રજાજનોને પૂછ્યું કે તમને કોણ ગમે છે તો 60 વર્ષના કાકાએ જવાબ આપ્યો એ બબીતાજી બબીતાજી સમગ્ર વાતાવરણમાં હાસ્યનું મોજુ ફરી વળ્યું હતું.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે…

તપાસ નો ધમધમાટ શરૂ: રૂ.3:38 લાખ ના સીસી રોડ ના કામ માં ભ્રસ્ટાચાર બાબતે થયેલ છે ગાંધીનગર લેખિતમાં રજુઆત

એબીએનએસ, રાધનપુર: રાધનપુરના રહેણાંક વિસ્તારો વિકાસ થી વંચીત રાખી બિલ્ડરો ને…

1 of 562

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *