કપિલ પટેલ દ્વારા અરવલ્લી
જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન ઝોન-1ની ખૂબ જ અગત્યની સેવા સંસ્થા જાયન્ટ્સ મોડાસા ના યજમાન પદે અરવલ્લી સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ ની વિવિધ ગ્રુપોની મોડાસા ખાતે શપથવિધિ તેમજ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું
પ્રથમ શપથવિધિ ફાઉન્ડેશન વાઇસ ચેરમેન નિલેશભાઈ જોશી દ્વારા પ્રમુખોની શપથ લેવડાવ્યા અન્ય હોદ્દેદારોને ઝોન-1ના ઉપપ્રમુખ વિઠલભાઈ પટેલ દ્વારા શપથ લેવડાવ્યા હતા ગ્રુપમાં નવા જોડાયેલા સભ્યો તેમજ ગ્રુપના ડાયરેક્ટરોને ડીસ્ટ્રીક ડાયરેક્ટર પ્રવીણભાઈ પરમાર દ્વારા શપથ લેવડાવ્યા શપથવિધિના અંતે મોડાસા ઉમિયા મંદિરના મહંત વિષ્ણુપ્રસાદ દ્વારા સર્વેને સેવા કરવા માં ઉમિયા સર્વને પ્રેરણા અને બળ આપે તેવા આર્શીવચન આપ્યા હતા
ત્યારબાદ જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન ઝોન -1 ના તજજ્ઞો દ્વારા ગ્રુપમાં કેવી રીતે અને કેવા કેવા સેવા પ્રોગ્રામો કરી શકાય તેની વિસ્તૃત માહિતી મુકેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવી ત્યારબાદ પ્રોટોકોલ ઓફિસર ભરતભાઈ ગાંધી દ્વારા ફાઉન્ડેશનના બંધારણ તેમજ મીટીંગ -ગ્રુપ કેવી રીતે સંચાલન કરવું તેની પ્રોટોકોલ વિશે વિસ્તૃત માહિતી આપી
ઝોન -1ના સેક્રેટરી સુકેતુ ભાઈ પટેલ દ્વારા ગ્રુપનું સંચાલન-સેવા કાર્યનું રિપોર્ટિંગ કેવી રીતે કરવું તેના વિશે વિસ્તારપૂર્વક માહિતી આપી અને ગ્રુપ એક્સટેન્શન એન્ડ મેમ્બર ગ્રોથના ઝોન ડાયરેક્ટર રાકેશ પટેલ દ્વારા કેવી રીતે નવા મેમ્બર ગ્રુપમાં ઉમેરવા અને કેવી કેવી જગ્યાએ નવું ગ્રુપ ઊભું કરી શકીએ તેના વિશે સુંદર માહિતી આપી કાર્યક્રમના અંતે ધર્મેન્દ્રભાઈ ત્રિવેદી દ્વારા આભાર વિધિ કરવામાં આવી