Latest

શ્રી જયેન્દ્ર પુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચ ખાતે પોષક ટકાઉપણા માટે તૃણ ધાન્ય અંર્તગત નેશનલ પોષણ વર્કશોપનું આયોજન

મિલેટ્સને મોતીના દાણા સમાન ગણી, રેગ્યુલર રીતે ડાયેટ ચાર્ટમાં મિલેટ રેસીપીનો વિનિયોગ કરવા અનુરોધ કરતા જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરા

શ્રી જયેન્દ્ર પૂરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચ સદ્ વિદ્યામંડલ ભરૂચની આગેવાનીમાં જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને સ્વામી શ્રી અતુલનંદનજી ઓડીટોરીયમ ખાતે પોષક ટકાઉપણા માટે તૃણ ધાન્ય ( MILLETS FOR NUTRITIONAL SUSTAINABILITY ) અંર્તગત નેશનલ પોષણ વર્કશોપનું આયોજન કરાયું હતું.

આ કાર્યક્રમમાં કોલેજના પ્રાચાર્યશ્રી નીતિન પટેલ દ્નારા સ્વાગત પ્રવચન કરી કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી હતી. આ કાર્યક્રમના આયોજક અને કન્વીનરશ્રી રાજેશભાઈએ પ્રાસંગિગ ઉદબોધન આપ્યું હતું.

આ તકે, કાર્યક્રમના અધ્યક્ષ શ્રી તુષાર સુમેરાએ કહ્યું કે, મિલેટ વર્ષ ઉજવવા પાછળનો સરકારનો હેતુ, મિલેટના ફાયદા અને બદલાતી જીવનશૈલી સાથે ખોરાકની બદલાતી આદતોને સાંકળીને પોતાનું ઉદ્ બોધન આપ્યું હતું.

તે ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે, કોઈ પણ ખોરાકની બનાવટ માટે બને એટલી ઓછી પ્રોસેસ વાળો ખોરાક જમવા માટે અનુરોધ કર્યો હતો. આ મિલેટ્સ આરોગ્ય વર્ધક અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. એટલે મિલેટ્સને મોતીના દાણા સમાન ગણાવી તેના ફાયદાઓ જણાવ્યા હતા. આપણી ફૂડ ચોઈશ બદલી ડાયેટ ચાર્ટમાં વિવિધ મિલેટ્સની રેસીપીનો વિનિયોગ કરી રેગ્યુલર આહારમાં ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.

આમ, આજના વર્કશોપમાં મિલેટ્સ, તેની આજના જીવનમાં જરૂરિયાત અને તેના મહત્વને ઉજાગર કરતા વર્કશોપનું પ્રેઝન્ટેશન જુદા- જુદા ચાર સેશનમાં જી.એન.એફ.સી.ના માસ્ટર ટ્રેનરો દ્નારા આપવામાં આવ્યું હતું.

આ તકે, વિદ્યાર્થીઓએ મિલેટની વિવિધ વાનગીઓ બનાવી કોલેજ કેમ્પસમાં સ્ટોલ તૈયાર કર્યા હતા. આ વિવિધ સ્ટોલની મુલાકાત લઈ વિવિધ વાનગીઓનો ટેસ્ટ કરી કલેક્ટરશ્રીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

આ એક દીવસીય કાર્યક્રમમાં વિર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર શ્રી ડૉ.કીશોરસિંહ ચાવડા, બાયોલોજી ડીપાર્ટમેન્ટના હેડ ડૉ.આર .વી.વ્યાસ, કોલેજના પ્રાચાર્ય ડૉ. એન.બી.પટેલ, સદવિદ્યામંડલના સેક્રેટરી, ડેલીગ્રેટ્સ, કોલેજના અઘ્યાપક ગણ, સિન્ડીકેટ મેમ્બરો, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભાવેશ મુલાણી, ભરૂચ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે મૈત્રીનો નવો સેતુ રચાયો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત અને…

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

1 of 568

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *