Latest

આર.એમ.પી.એસ. ઇન્ટરનેશનલ સ્કૂલમાં સસ્ટેનેબલ રિવોલ્યુશનની થીમ પર વિજ્ઞાન પ્રદર્શનનું ભવ્ય આયોજન

અંકલેશ્વર :- અંકલેશ્વર આર.એમ.પી.એસ. ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિજ્ઞાન પ્રદર્શનના ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રદર્શનમાં મુખ્ય ઉપસ્થિત મહેમાન શ્રીઓ
મુખ્ય મહેમાન:-
શ્રી રશ્મિન એમ. શાહ વિભાગના ભૂતપૂર્વ વડા, પેલોડ એકીકીકરણ  ઓડિટ વિભાગ ISRO અમદાવાદ
વિશિષ્ટ અતિથિ:-
શ્રીનિલેશ આર. સોની ભૂતપૂર્વ વૈજ્ઞાનિક ઈજનેર એસ.જી. સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઈસરો અમદાવાદ
ગેસ ઓફ ઓનર:- શ્રીઅશોક પંજવાણી યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીના પ્રમુખ ઝઘડિયા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન
“શ્રી વિશાલ ભૂતિયા પોલીસ ઇસ્પેક્ટર અંકલેશ્વ બી ડિવિઝન
મિતેશ મેવાલીયા :-શ્રમ,અધિકારી અંકલેશ્વર ઝોન
તમામ ઉપસ્થિત મહાનુભવોનો ભારતીય પરંપરા અનુસાર તિલક, પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

શાળા સંચાલકના મંડળ દ્વારા શાલ ઓઢાડીને
ભવ્ય સન્માન સાથે તેઓશ્રીનો પરિચય કરાવ્યો હતો. દીપ  પ્રાગટ્ય બાદ આ સમારોહને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ અસાધારણ પ્રદર્શન માત્ર અમારા વિદ્યાર્થીઓની પ્રતિબદ્રતા અને ચાતુર્યને વ્યક્ત કરતું નથી પરંતુ વિજ્ઞાનના વડા શ્રી રાધેશ્યામ ખત્રી, સમગ્ર ફેકલ્ટી અને શાળાના નેતૃત્વ તેમની કુશળતાને પણ એકીકૃત કરે છે. પ્રદર્શનનો પ્રાથમિક હેતુ રિડ્યુસ, રીયૂઝ અને રિસાયકલના સિદ્ધાંતો વિશે જાગૃતિ લાવવાનો હતો. ટ્રસ્ટી(CA) શ્રી મહાવીર જૈન, શ્રી રાકેશ જૈન,શ્રી સચિન જૈન, ડાયરેક્ટર અને પ્રિન્સિપાલ શ્રી મેલરોય મેકડોનાલ્ડ અને ઓપરેશન હેડ શ્રી દર્શન જૈન, પ્રિન્સિપલ ઓફ ફ્લાઈંગ કિડ્સ શ્રી અર્ચના નેગી પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત મહેમાન શ્રી ના વક્તવ્યથી થઈ હતી.
ટ્રસ્ટી શ્રી મહાવીર જૈન પોતાના વક્તવ્ય દ્વારા પ્રદર્શન વિશે વિસ્તૃત માહિતી આપી હતી. મહાનુભવોને વિજ્ઞાનના પ્રદર્શનનું અનવેષણ કરવા માટે વર્ગખંડમાં લઈ જવામાં આવ્યા હતા.

આ પ્રદર્શનમાં સૌર ઊર્જા, વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ, હાઈડ્રોપોનિક્સ ટેકનોલોજી, ઇકોનોમી, ટેસ્લા ટાવર, વાયરલેસ ઈલેક્ટ્રીક સીટી, ટ્રાન્સમિશન આ ઉપરાંત વિવિધ પ્રયોગો, વર્કિંગ મોડેલોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. જનજાગૃતિ વધારવાના હેતુસર વિચાર પ્રેરક માઇન ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો.

વાલીઓ, વિદ્યાર્થીઓ, પ્રતિષ્ઠિત આમંત્રિતો, અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના સહભાગીઓ સહિત મોટી સંખ્યામાં મુલાકાત લીધી હતી અને પ્રદર્શનને સમૃદ્ધ બનાવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર તમામ સહભાગીઓ, મહેમાનો અને સમર્થકોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.

ભાવેશ મુલાણી, ભરૂચ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તા. ૧૫ સપ્ટેમ્બર, રવિવારના રોજ રાજકોટ તથા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે

ડૉ. મનસુખ માંડવિયા ગુજરાતના રાજકોટમાં પશ્ચિમના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે…

1 of 553

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *