પત્રકાર સુરક્ષા કાનૂન ની લડત ને રાષ્ટ્રિય સ્તરે લઈ જઈ દેશમાં વિશાળ પત્રકાર સંગઠન ખડુ કરનાર જિજ્ઞેશ કાલાવડિયા છે બહુમુખી પ્રતિભાનાં ધણી
રાજકોટ :: સમગ્ર દેશમાં પત્રકાર સુરક્ષા કાનૂન નાં અભિયાન થી પત્રકારત્વ અને જાહેર જીવનમાં સુવિખ્યાત થયેલા રાજકોટનાં પત્રકાર- તંત્રી જિજ્ઞેશ કાલાવડિયા ની JPTP પ્રોડક્શન હાઉસ દ્વારા રાષ્ટ્રિય કક્ષાનાં “નેશનલ હ્યુમીનીટી પ્રાઈડ એવોર્ડ – 2023” માટે પસંદગી કરવામાં આવી છે. આયોજકો દ્વારા આગામી 21 એપ્રિલ નાં રોજ આયોજિત એક ભવ્ય સમારોહ માં જિજ્ઞેશ કાલાવડિયા ને બોલીવુડ સેલિબ્રિટીઓ અને રાજકીય – સામાજિક મહાનુભાવો ની હાજરી માં આ એવોર્ડ એનાયત કરવામાં આવશે.
જિજ્ઞેશ કાલાવડિયા છેલ્લા બે દાયકાથી પત્રકારત્વ ક્ષેત્ર માં બહુ જ જાણીતું નામ છે. તેઓ દ્વારા સ્થાપિત “અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ- નવી દિલ્હી (રજી.) હાલમાં દેશનું સૌથી વિશાળ પત્રકાર સંગઠન છે. દિલ્હી માં મુખ્ય કાર્યાલય ધરાવતાં આ પત્રકાર સંગઠન નું વિસ્તરણ હાલમાં દેશના 20 થી વધુ રાજ્યોમાં થઈ ચૂક્યું છે. તાજેતરમાં છત્તીસગઢ વિધાનસભા માં પસાર થયેલ “પત્રકાર સુરક્ષા કાનૂન” નાં આંદોલનમાં ABPSS નાં રાષ્ટ્રિય અધ્યક્ષ તરીકે તેઓની અગ્રિમ ભૂમિકા રહી હતી.
તેઓ યુવા વય થી જ સૌરાષ્ટ્ર નાં બહુ જ પ્રચલિત દૈનિક વર્તમાનપત્રો લોકસમર્થન” અને”સૌરાષ્ટ્ર આસપાસ”માં એડિટર તરીકે ઉત્કૃષ્ઠ કામગીરીને કારણે નામના મેળવી ચૂક્યા છે. સૌરાષ્ટ્રમાં ઇન્વેસ્ટીગેટિવ જર્નાલિઝમ માં તેઓએ “લોકસમર્થન” દૈનિકનાં સંચાલન દરમિયાન અનેક નવતર પ્રયોગો કરી ને લોકોપ્રિયતા હાંસલ કરી હતી. છેલ્લા દસ વર્ષથી તેઓ “ચક્રવાત” મિડિયા ગ્રુપ નાં સ્થાપક અને મેનેજિંગ તંત્રી તરીકે મીડીયા જગત માં કાર્યરત છે.
ભારતમાં રાષ્ટ્રિય સ્તરે હિન્દી પત્રકારત્વમાં પણ તેઓનું ખેડાણ છે. “લોકસ્વામી” દૈનિક ઈન્દોર માં પણ તેઓ રેસીડેન્ટ એડિટર તરીકે સેવા આપી ચૂક્યા છે. હાલમા રાજકોટ થી પ્રકાશિત હિન્દી દૈનિક “ન્યાય કા પ્રહરી” નું સંચાલન પણ તેઓ કરી રહ્યા છે. પત્રકારત્વ ઉપરાંત લેખન, સાહિત્ય અને સમાજ સેવા ક્ષેત્રમાં પણ તેઓએ સતત કાર્યરત રહીને અનેક લોક ઉપયોગી કાર્યો કરેલ છે.
“ગુજરાત યુવા પરિષદ”(રજી.NGO) દ્વારા સૌરાષ્ટ્ર નાં યુવાનો માં નેતૃત્વ ક્ષમતા વિકસીત થાય તે હેતુથી તેઓએ 78 થી વધુ નિશુલ્ક યુવા શિબિરો નું આયોજન કર્યુ છે. નિશુલ્ક કેરિયર એકેડમી, ગરીબ અને વંચિત બાળકો માટે શિક્ષણ સેવા સહિત માનવ સેવાના અનેક પ્રકલ્પો તેમના માગૅદશૅન હેઠળ ચલાવવામાં આવે છે.
શહિદ ભગતસિંહ અને સ્વામી વિવેકાનંદના માનવતાવાદી વિચારો પર ચાલીને તેઓ “ભગતસિંહ ક્રાંતિ દળ”નાં માધ્યમથી શહીદ વિરો નાં વિચારો નું યુવાનો માં આરોપણ કરવા માટે સતત વિવિધ કાર્યક્રમો નું આયોજન કરતાં રહે છે.2010 માં તેઓ શહીદ ભગતસિંહ ક્રાંતિ સંદેશ યાત્રા અને 2019 માં “રન ફોર ભગતસિંહ” નામથી સોમનાથ થી દિલ્હી સુધીની 2200 કિમી ની ઐતિહાસિક સાઇકલ યાત્રા નું તેઓએ નેતૃત્વ કર્યું હતું. ગુજરાત માં આર.ટી.આઈ. દ્વારા ભ્રષ્ટાચાર નાબૂદી કાર્યક્રમો માં તેઓનો હમેશા એકિટીવિસ્ટ જગત ને તમામ સહયોગ રહયો છે.
અન્ના હઝારે દ્વારા શરૂ કરવામાં આવેલ “જન લોકપાલ” આંદોલન માં પણ તેઓ મહત્વની ભૂમિકા અદા કરી ચૂક્યા છે. રાષ્ટ્રિય સ્તરે એકિટવિષ્ટ આલમ માં તેઓનું એક નિડર અને માનવતા વાદી વ્યકિત તરીકે નામ પ્રચલિત છે. રાષ્ટ્રવાદી વિચારો નાં સંવાહક, યુવાનોનાં પથ દર્શક અને નિડરતા નો પર્યાય એવાં સ્પષ્ટ વક્તા જાણીતાં પત્રકાર જિજ્ઞેશ કાલાવડિયા(9825020064) નું નામ “નેશનલ હ્યુમીનીટી પ્રાઈડ એવોર્ડ – 2023” માટે પસંદ થતાં તેમના પર દેશ – વિદેશનાં વિશાળ મિત્ર વર્તુળ માંથી અભિનંદન વર્ષા કરવામાં આવી રહી છે.