તા. ૨૧થી તા. ૨૬ સુધી લખુભા હોલ, કાળીયાબીડ, ભાવનગર ખાતે રાખી મેળાનુ આયોજન
ભાવનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને દીન દયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન (DAY- NRLM) ના ઉપક્રમે ગ્રામીણ મહીલા સ્વ સહાય જુથો દ્વારા ઉત્પાદીત ચીજ વસ્તુઓના વેચાણ હેતુ રાખી મેળાનુ આયોજન કરવામાં આવ્યું છે.
ભાવનગર જિલ્લાના મહિલા સ્વ સહાય જુથો દ્વારા ઉત્પાદીત વિવિધ ચિજ વસ્તુના વેચાણ માટે ગ્રામીણ મહિલાઓને પ્લેફોર્મ પુરું પાડવાના હેતુથી આગામી તા. ૩૦-૦૮-૨૦૨૩ના રોજ રક્ષાબંધનના તહેવાર નિમિત્તે આગામી તા. ૨૧-૦૮-૨૦૨૩ થી તા. ૨૬-૦૮-૨૦૨૩ સુધી લખુભા હોલ, કાળીયાબીડ, ભાવનગર ખાતે રાખી મેળાનુ આયોજન કરવામા આવેલ છે.
આ મેળાનું ઉદ્ઘાટન તા. ૨૧/૦૮/૨૦૨૩ના રોજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, શ્રીમતી જયશ્રીબેન ઝરુના શુભ હસ્તે કરી જાહેર જનતા માટે ખુલ્લો મુકવામા આવેલ છે.
આ મેળામા ઉભા કરવામા આવેલ ૧૫ સ્ટોલમાં ગ્રામ્ય વિસ્તારના સ્વ સહાય જુથોની મહિલાઓએ ભાગ લઇ તેમના દ્વારા ઉત્પાદીત ચિજ વસ્તુઓ જેવીકે રાખડી, ઇમિટેશન જ્વેલરી, દોરી વણાટના ઝુમર, તોરણ, હિયકા, ડ્રેસ મટીરીયલ, ઓર્ગેનિક મધ, લેધર બેગ, લેડીઝ પર્સ, ભરત ગુંથણની વિવિધ આઇટમો. ચણીયા ચોળી, હેંડ પ્રીંટડ ફેંસી બેગ, ખખરા, વુડન ટોયઝ, મેંગો પલ્પ, રેઝીન આર્ટ, એલોવેરા જ્યુસ, કુકીઝ વીગેરેંનુ વેચાણ કરવામા આવી રહ્યુ છે.
આ મેળામા બહોળી સંખ્યામા નગરજનોએ ઉપસ્થીત રહી આપણા જિલ્લાના ગ્રામીણ ઉત્પાદનોની ખરીદી કરી મહિલાઓના આત્મવિશ્વાસને બુલંદ બનાવવા અનુરોધ કરવામા આવે છે જે સીનીયર જનરલ મેનેજર(જીએલપીસી) વ નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ અજેન્સી, ભાવનાગર ની યાદી માં જણાવેલ છે.