ગુજરાત રાજય સરકાર શ્રીનાં ગૃહ વિભાગ દ્રારા સમગ્ર રાજયમાં વ્યાજખોરો વિરૂધ્ધ કડકાઇથી કાર્યવાહી કરવા માટે અને પ્રજામાં વ્યાજખોરો વિરૂધ્ધ કાર્યવાહી કરાવવા જાગૃતિ લાવવા માટે અગાઉ ભાવનગર પોલીસ દ્રારા જાહેર લોક દરબાર/જાહેર લોક સંવાદ તથા લોન મેળાનું આયોજન કરવામાં આવેલ.
આ લોન મેળામાં જાહેર જનતા તરફથી સારો પ્રતિસાદ સાંપડયો હતો.ત્યાર બાદ લોન અંગે ૨૨૫ લોકોએ ઇન્કવાયરી કરેલ. સીસ્ટેમેટીક બેંકિંગ તરફ સામાન્ય જનતા વળે તે માટે મીડિયા અને સોશિયલ મીડિયાનાં માધ્યમથી પ્રચાર કરવામાં આવેલ.
શ્રી ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષકશ્રી,ભાવનગર રેન્જ,ભાવનગરનાંઓનાં માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક ડો. શ્રી રવિન્દ્ર પટેલ તથા ભાવનગર જિલ્લા પોલીસ દ્રારા આજરોજ મેઘાણી ઓડિટોરીયમ, સરદારનગર ખાતે લોન મેળામાં ભાગ લેનાર જાહેર જનતાને અલગ-અલગ બેન્કો તરફથી સરળતાથી લોન આપવામાં આવેલ.જે અંગે પ્રતિકાત્મક રીતે લોન લેનાર પાંચ લાભાર્થીઓને ચેક વિતરણનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લાનાં મેયર શ્રીમતિ કીર્તિબેન દાણીધારીયા,સાંસદ શ્રીમતિ ભારતીબેન શિયાળ, ભાવનગર પશ્વિમ વિસ્તારનાં ધારાસભ્ય શ્રી જીતુભાઇ વાઘાણી, ભાવનગર પુર્વ વિસ્તારનાં ધારાસભ્ય શ્રીમતિ સેજલબેન પંડયા, ડેપ્યુટી મેયર શ્રી કુમારભાઇ શાહ, ભાવનગર શહેર ભા.જ.પ. પ્રમુખ શ્રી રાજીવભાઇ પંડયા, ડો. ધીરૂભાઇ શિયાળ વિગેરે રાજકિય મહાનુભાવોની ઉપસ્થિતીમાં અને તેઓનાં વરદહસ્તે લાભાર્થીઓને લોન અંગેનાં ચેકોનું વિતરણ કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં નાણાંની જરૂરીયાત ધરાવતાં લોકોને સહેલાઇથી અને ઓછા વ્યાજે નાણાં મળી રહે તે માટે બેંક તરફથી અત્યાર સુધીમાં કુલ-૮૬ લોકોને રૂ.૪૭,૦૦,૦૦૦/- જેટલી લોનનાં ચેકો અર્પણ કરવામાં આવેલ.
આ મહાનુભાવો દ્રારા ભાવનગર જિલ્લા પોલીસ દ્રારા જનતાને જાગૃત કરી વ્યાજખોરીને ડામી દેવા માટે લેવામાં આવેલ કડક પગલાંઓને સરાહનીય કામગીરી ગણાવી બિરદાવવામાં આવેલ હતી.