Latest

જીવદયા અભિયાન અંતર્ગત શાળાઓમાં 10 હજારથી વધારે માટીના કુંડાનું વિતરણ કરાયું

પાલનપુર, સંજીવ રાજપૂત: બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આ વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પંખીઓને પીવા માટે પાણીની પરબનું જીવદયા માટેનું પુણ્ય કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જિલ્લાની ૨૩૪૮ શાળાઓમાં ૧૦૦૦૦ થી વધુ પાણીના માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

બાળકોમાં મૂલ્યલક્ષી શિક્ષણનો સંચાર થાય, સંસ્કારોનું સિંચન થાય ,જીવદયાની લાગણીમાં વધારો થાય તથા પ્રકૃતિ સાથેના ગાઢ સંબંધની ભાવના કેળવાય તે હેતુથી જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી વી એમ પટેલ દ્વારા અબોલ પક્ષીઓને પાણી પીવા માટે કુંડા લગાવી તેમાં પાણી નાખી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની સમગ્ર ટીમ હંમેશા રચત્નાત્મક કાર્યક્રમો કરતા રહે છે, જેમાં અંબાજી પદયાત્રા, જિલ્લા કક્ષા વોલીબોલ સ્પર્ધા, ક્રિકેટ ટુર્નામેન્ટ, ભવ્ય કલામંચ તેમજ ચબુતરા અભિયાન, ખેત તલાવડી અભિયાન, બાળકોને તિથિ ભોજન અને પ્રોત્સાહક ઇનામોમાં વધુ સહયોગ કરનાર સૌ દાતાઓને જિલ્લા સંગઠન દ્વારા સન્માનિત કરી પ્રોત્સાહન પૂરું પાડવું જેવા કાર્યો કરવામાં આવે છે.

આ અભિયાનમાં બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના યુવા પ્રમુખ સંજયભાઈ દવે, જિલ્લા પંચાયત શિક્ષણ શાખાના હેડ ક્લાર્ક જી. કે. ગઢવી, ભીખુસિંહ પરમાર ,પાલનપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ભરતભાઈ જોશી, મીડિયા કનવીનર અશ્વિનભાઈ દરજી તથા બી.આર.સી કોઓર્ડીનેટર હાજર રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

અમદાવાદ: સંજીવ રાજપૂત, એબીએનએસ: સાઉથ બોપલની પ્રતિષ્ઠિત સોસાયટી ફ્લોરા આઇરિસ ખાતે…

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયેલ

શ્રી નાગધ્રા પ્રાથમિક શાળા તાલુકો ધારીના શિક્ષક શ્રી ભુપતભાઈ એન. મહેતા તારીખ…

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

1 of 143

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *