Latest

જેએમસીની મિલ્કત વેરા શાખાની લાલ આંખ: બાકી રકમ માટે વોરંટ બજાવ્યા.

જામનગર: મિલકત વેરો ન ભરતા હોય તેવા લોકો સામે જામનગર મહાનગર પાલિકાની મિલકત વેરા શાખા હરકતમાં આવી છે અને આવા લોકો સામે લાલ આંખ કરી છે. જામનગર મહાનગરપાલિકા મિલ્કત વેરા શાખા ઘ્વારા તા.૧/૯/૨૦૨૨ના રોજ બાકી રકમ માટે વિવિધ વોર્ડમાં અનુસૂચિ તથા વોરંટ બજાવવામાં આવ્યા છે. જેમાં વોર્ડ નં.ર માં ૧૭ મિલ્કતઘારકોની કુલ બાકી રકમ રૂ.૨,૬૪,૪૦૭/-ની વસુલાત માટે અનુસૂચિ બજાવેલ છે.

વોર્ડ નં.૧૩માં ર૧ મિલ્કતઘારકોની કુલ બાકી રકમ રૂ.૬,૧૩,૯૧૬/-ની વસુલાત માટે વોરંટ બજાવેલ છે. આમ, કુલ- ૮,૭૮,૩૨૩/-ની વસુલાત માટે વોરંટ અને અનુસૂચિની બજાવવાની કાર્યવાહી કરવામાં આવી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 616

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *