ભજન,ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો
અનેક રાજકીય,સામાજિક અને પત્રકારત્વ જગત ના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિકો એ હાજરી આપી
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લોએજ ગામ ધાર્મિક પ્રવુતિઓ સાથે અતૂટ નાતો ધરાવતું ગામ છે વારંવાર અનેક ધાર્મિક કાર્યક્રમો ના આયોજન આ ધરા પર જોવા મળે છે ત્યારે રામદેવપીર મહારાજના મંડપ યજ્ઞ ની દોરી રહીજ ગામથી લઇ આવતા તેની બાર બીજના ઉત્સવ માથી પ્રથમ બીજ ઉત્સવ તારીખ 8મી જૂનના રોજ દોરી સ્થળ પર હર્ષઉલ્લાસ સાથે યોજાયો હતો
જેમા બપોર બાદ દોરી સ્થળ થી ડીજે ના તાલે સામૈયાનુ આયોજન કરાયું હતુ જેમા લોએજ ગામના તમામ મંદિરો એ દર્શનાર્થે પગપાળા ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા
તો સાંજના સમયે સમગ્ર લોએજ ગામ અને નિમંત્રિત મહેમાનો ભોજન પ્રસાદ લીધો હતો તો રામદેવપીર મહારાજ ના પાઠ દર્શન પણ યોજાયા હતા રાત્રીના સમયે ભવ્ય લોકડાયરાનુ આયોજન કરાયું હતુ જેમા ભજન અને લોકગીત ની રમઝટ પૂજાબા ચૌહાણ,દિવ્યેશ જેઠવા અને જગદીશ મેર જેવા નામાંકિત કલાકારોએ બોલાવી લોકોને પોતાની કલાથી મંત્રમુગ્ધ કર્યા હતા
આ તકે જોટવા પરીવાર ના નિમંત્રણને માન આપી અમરેલી, ગીરસોમનાથ,જૂનાગઢ થી અનેક સામાજિક,રાજકીય અને પત્રકારત્વ સાથે જોડાયેલા મહાનુભાવોએ હાજરી આપી હતી તો આ સમગ્ર ધાર્મિક ઉત્સવ માં સમગ્ર લોએજ ગામ જોડાયું હતુ આ સમગ્ર કાર્યક્રમનુ આયોજન સ્વઃ પુરીબેન રાણાભાઇ જોટવા પરીવાર ના કિરીટભાઈ જોટવા,હસીતભાઈ જોટવા,નયનભાઈ જોટવા ના યજમાન પદે રામદેવપીર યુવા ગ્રુપ અને લોએજ ગામ સમસ્ત કરવામાં આવ્યુ હતુ જેમા ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો આ તકે સમગ્ર કાર્યક્રમમાં દૂર દૂર થી ઉપસ્થિત થનાર મહેમાનો અને કાર્યક્રમને સફળ બનાવવા યોગદાન આપનાર યુવાઓ, વડીલોનો જોટવા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો
રીપોર્ટ નિલેષ ઢીલા