Latest

જુનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટીની બદલી થતાં તેમનો વિદાય સમારંભ યોજાયો

તાજેતરમાં આજે ગુજરાતમાં પોલીસ બેડામાં તમામ આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં જુનાગઢ જિલ્લામાં જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ અદા કરતા રવિ તેજા વાસમસશેટ્ટી જેઓની તાજેતરમાં ગાંધીનગર ખાતે બદલી થતાં આજરોજ જિલ્લા પોલીસ વડા અધિક્ષક કચેરી ખાતે તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો

પુષ્પ શણગારથી સજેલી કાર સમગ્ર પોલીસ અધીકારીઓ દ્વારા રથ માફક ખેંચી હતી બેન્ટ તાલે અને સુરે સલામી આપવામાં આવી હતી આ પ્રસંગે જુનાગઢ જિલ્લાના તમામ રાજકીય આગેવાનો તમામ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સામાજિક કાર્યકરો સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટીનું પુષ્પ વર્ષા સાથે ભવ્ય સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું અને સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી

આ સાથે જ શહેરના મુખ્ય માર્ગો ઉપર મોતીબાગ કાળવા ચોક સહિત અનેક વિસ્તારોમાં એક ભવ્ય રેલી કાઢવામાં આવી હતી અને ભવ્ય રેલી સ્વરૂપે પુષ્પ વર્ષા સાથે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટીનુ સન્માન સાથે ભવ્ય વિદાય આપવામાં આવી હતી

બ્યૂરો રિપોર્ટ દિનેશ ગાંભવા ગુજરાત

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 551

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *