Latest

ઉમરાળા કન્યા શાળામાં 21 સપ્ટેમ્બર “વિશ્વ શાંતિ દિવસ વકૃત્વ સ્પર્ધા દ્વારા ઉજવવામાં આવ્યો

તારીખ 21/9 /2023 ના રોજ ભાવનગર જીલ્લા ઉમરાળા તાલુકા મથક સ્થિત ઉમરાળા કે. વ. શાળા નંબર -2(કન્યા શાળા) માં 21 સપ્ટેમ્બર “વિશ્વ શાંતિ” દિવસ વકૃત્વ સ્પર્ધા દ્વારા ઉજવવામાં આવ્યો આ દિવસ તમામ દેશો અને લોકોમાં સ્વતંત્રતા, શાંતિ અને ખુશી નો આદર્શ માનવામાં આવે છે.

આ દિવસની ઉજવણી સામાજિક વિજ્ઞાન શિક્ષક વિજયસિંહ એમ. ચૌહાણ દ્વારા શાળામાં વકૃત્વ સ્પર્ધાના આયોજન દ્વારા કરવામાં આવી જેમાં વિશ્વના શાંતિદુતો ગાંધીજી, દલાઈ લામા, નેલ્સન મંડેલા ,મધર ટેરેસા, માર્ટીન લ્યુથર કિંગ, સેન્ટ જહોન પોલ-2 જેવા વિશ્વ શાંતિ ચાહકો ના જીવન પર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું.

પ્રથમ ક્રમાંક મારું કિંજલબેન જેમને ગાંધીજી વિશે,દ્વિતીય નંબર-મહેતર માહીનુર બેન નેલ્સન મંડેલા વિશે અને તૃતીય નંબર જમોડ અંતરાબેન માર્ટીન લુથર કિંગ અંગે સચોટ વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. આ તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા. આચાર્ય નીતાબેન વેલાણીએ શિક્ષક વિજયસિંહ એમ. ચૌહાણ તેમજ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવેલ.

અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *