શ્રી અક્ષર ડેકોર અને નાસા ગ્રુપ ઓફ એડયુકેશન મોરબી દ્વારા એવોર્ડ શો અને ગરબા નાઈટ નું આયોજન શરદપૂર્ણિમાના દિવસે મોરબીમાં આવેલ કૃષ્ણા પાર્ટી પ્લોટમાં કરવામાં આવ્યો હતો જેમાં ગુજરાત રાજ્યના 165 ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી કલાકાર, મેકઅપ આર્ટિસ્ટ, કોરોગ્રાફર, ડાન્સર્સ, એક્ટર, એક્ટ્રેસ, એન્કર, મોડલ્સ બધાને એવોર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા.
જે લોકો આ ઇન્ડસ્ટ્રીમા ગુજરાતનું નામ રોશન કર્યું છે એવા 165 કલાકારોને જુદી જુદી ગુજરાત રાજ્યના શહેરો થી બોલાવીને એ લોકોને એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યમાં આવેલ કચ્છ જિલ્લામાંથી આદિપુર ની એક્ટ્રેસ, એન્કર, મોડેલ,વિશ્વ રેકોર્ડ હોલ્ડર કરિશ્મા માની ની પસંદગી કરવામાં આવી અને કરિશ્મા માની એન્કર અને એક્ટ્રેસ ના એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યું હતું. કરિશ્મામાની પહેલા પણ ઘણા બધા એવોર્ડ એન્કર, એક્ટ્રેસ અને વિશ્વ રેકોર્ડ ધરાવતી મહિલા છે ઍમનૅ 15 વિશ્વ રેકોર્ડ્સ,૮૦૦ પ્લસ ઇન્ટરનેશનલ એવોર્ડ્સ અને 23 હોનરરી ડોક્ટરેસ પણ મળેલ છે.
આ એવોર્ડ નાઈટ ના આયોજન બાદ શરદપૂર્ણિમાના નિમિત્તે રાસ ગરબા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાસની રમઝટ રમીને ખેલૈયોને બેસ્ટ ડ્રેસ , બેસ્ટ પ્લેયર મેલ, ફિમેલ, કીડ્સ ના ઇનામો પણ વિતરણ કરવામાં આવ્યા હતુતા.આ કાર્યક્રમની સમસ્ત જૅહમત જયદીપભાઇ ડાભી, રક્ષિત ખીરૈયા અને વિજયભાઈ ભાડજા દ્વારા ઉઠાવવામાં આવી હતી-રિપોર્ટ બાય કરિશ્મા માની