Latest

અમદાવાદ કર્ણાવતી ક્લબ ખાતે મહિલા દિવસને ધ્યાનમાં રાખી નારી સેલિબ્રેટીંગ વુમન પાવરનું કરાયું આયોજન.

અમદાવાદ: કર્ણાવતી ક્લબમાં મહિલાઓ માટે અવનવી પ્રવૃત્તિઓના આયોજનો સતત થતા આવ્યા છે. વુમન એમ્પાવરમેન્ટ કમિટી હંમેશા મહિલા સભ્યોને ધ્યાનમાં રાખી ફન, ગેમ્સ તેમજ આત્મનિર્ભરતા તરફ દોરી જતા અને મહિલાઓને પગભર કરતા આયોજનો થયા છે.

ત્યારે આ વખતે વુમન એમ્પાવરમેન્ટ કમિટી ઓફ કર્ણાવતી ક્લબે પર્પલ ઈવેન્ટ સાથે મળીને નારી સેલિબ્રેટીંગ વુમન પાવરનું વધુ એક મહત્વપૂર્ણ આયોજન કરાયું હતું એક સાથે અનેક પ્રવૃત્તિઓ થઈ હતી.

આ યોજાયેલા મહત્વપૂર્ણ કાર્યક્રમ એક જ જગ્યાએ શોપિંગ, ફૂડ, ગેમ તથા ઈન્ડસ્ટ્રીને લગતા વર્કશોપ, હાઉઝીની મજા માણવાની તક મળી હતી. હાઉઝી તથા અન્ય ગેમ્સમાં મહિલાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. વર્કશોપમાં આવેલા દરેક મેમ્બર્સને ગૂડી બેગ્સ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

મહિલાઓ માટે અત્યારની પરિસ્થિતિમાં જરુરી વિષયને લગતા એડવાન્સ કાન્વા, ચેટજીપીટી તથા એ.આઈ. ટુલ્સ સોશિયલ મીડિયા માર્કેટીંગ સહીતના વિષયોને લગતા વર્કશોપ રહ્યા હતા.

જેમાં એક્સપર્ટ દ્વારા જરૂરી જ્ઞાન પૂરું પાડવામાં આવ્યું હતું. એટલું જ નહીં ડાન્સ વર્કશોપ, મેક-અપ વર્કશોપ, એટ્રેક્ટિવ પ્રાઈઝ, કોમ્પ્લિમેન્ટ્રી નેલ આર્ટ, અન્ય પ્રકારની સરપ્રાઈઝ એક્ટિવિટીનું આયોજન પણ થયું હતું.

કર્ણાવતી વુમન્સ વિંગના પ્રમુખ હિતા પટેલે જણાવ્યું હતું કે, મહિલાઓને આત્મનિર્ભર તરફ માર્ગદર્શન આપવાના હેતુસર વર્કશોપ વિવિધ વિષયો પર યોજ્યા હતા.

મહીલાઓ પણ તેમના ક્ષેત્રમાં અત્યારના સંજોગોને ધ્યાનમાં રાખી આગળ વધી શકે તે માટે આજના સમયને અનુરૂપ વિષયો પસંદ કરાયા હતા. એટલું જ નહીં આ ઉપરાંત હોળી, ધુળેટીના તહેવારમાં ખરીદીને મિસ ના કરે અને આ લ્હાવો પણ મહિલાઓને માણવાનો મોકો મળે તે માટે 40થી વધુ શોપિંગ સ્ટોલ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. જેમાં કપડાં, જ્વેલરી, હોમ ડેકોર સહીતની અનેક ચીજવસ્તુઓ એક જ જગ્યાએથી ઉપલબ્ધ કરાવાઈ હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સરકારી વિજ્ઞાન કોલેજ, વરાછાની જમીન સુરત મહાનગરપાલિકા દ્વારા રાજ્યના શિક્ષણ વિભાગને સુપરત કરાઈ

સુરત, સંજીવ રાજપૂત: રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૧માં વરાછા વિસ્તારમાં સરકારી વિજ્ઞાન…

ઈશરધામ (સચાણા) ખાતે રવિવારે ઈશરનોમની સંતવાણી, મહાપ્રસાદ સહિતના ભકિતસભર કાર્યક્રમો સાથે થશે ઉજવણી

જામનગર, સંજીવ રાજપૂત: જામનગરના ઈશરધામ (સચાણા) ખાતે આગામી તા.૬ એપ્રિલ રામનવમીને…

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના નવ નિર્મિત કાર્યાલયનું ઉદ્ધઘાટન કરતા પંચમહાલ જિલ્લા કલેકટર

એબીએનએસ, વી.આર. ગોધરા: પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષ કુમારના વરદ હસ્તે ગોધરા દાહોદ…

આત્મહત્યા કરવા નીકળેલ પરિવારને બચાવતી ઇસનપુર પોલીસ ટીમનું શહેર કમિશ્નર દ્વારા કરાયું સન્માન

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા આજરોજ ઇસનપુર…

1 of 588

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *