વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા)
આવતીકાલે 26 ઓગસ્ટના રોજ નેપાળના પાટનગર કાઠમંડુ ખાતે પુ. મોરારીબાપુના વ્યાસાસને રામચરિત માનસ કથાના ક્રમમાં 922ની કથાનો પ્રારંભ થશે. આ કથાનું નામાભિધાન બાપુએ ફેબ્રુઆરી -23માં નેપાળના લુંબીની શહેરમાં યોજાયેલી કથા દરમિયાન “માનસ સન્યાસ” અગાઉથી જાહેર કરેલું છે તે પણ એક નોંધપાત્ર બાબત છે.
વિગતો મુજબ ફેબ્રુઆરી -23 માં યોજાયેલી લુંબીની કથા દરમિયાન તપોવન આશ્રમ -કાઠમંડુ કે જે ઓશોનો સંન્યાસ આશ્રમ છે અને તેનું સંચાલન પુ.શ્રી સ્વામી આનંદ અરુણજી દ્વારા થઈ રહ્યું છે.તેઓએ લુંબીની ખાતેની કથા દરમિયાન પુ. મોરારિબાપુની મુલાકાત કરી હતી.
તપોવન આશ્રમ કાઠમંડુ ખાતે આશ્રમની મુલાકાત લેવાનું નિમંત્રણ પાઠવ્યું હતું અને બાપુએ તે કથા દરમિયાન આશ્રમની મુલાકાત પણ લીધી હતી. તે દરમિયાન આશ્રમના સંચાલક પુ. આનંદ અરુણજી મહારાજે ઓશોની સન્યાસ દીક્ષા અને મેડીટેશન વગેરેનો પરિચય કરાવવાની સાથે મોરારિબાપુને રામચરિત માનસને ઓશોના વિચારોની સાથે જોડવા માટે આ આશ્રમમાં રામચરિત માનસ કથાનું આયોજન કરવા માટે નિમંત્રણ પાઠવ્યું હતું.
બાપુએ લુંબીની કથા દરમિયાન જ આ નિમંત્રણનો શિકાર કરીને ઓશોના જીવન અને વિચારોને રામચરિત માનસના વિચાર વૈભવ સાથે જોડીને એક વિચાર શૃંખલા રામચરિત માનસનું ગાયન કરવા પોતાની ઈચ્છા જાહેર કરી હતી. તેમાં તેઓ શ્રીએ આ કથાનું નામકરણ પણ અગાઉથી જાહેર કરી દીધેલું હતું.
તે મુજબ આ કથા એ “માનસ સન્યાસ’ તરીકે આવતીકાલ શનિવારથી નેપાળના પાટનગર કાઠમંડુ ખાતે ઓશો તપોવન આશ્રમના નિમંત્રણથી” સનરાઈઝ કન્વેન્શન સેન્ટર” ગોદાવરી, કાઠમંડુ ખાતે બપોરે 4:00 કલાકે મંગલ પ્રારંભ થશે.
આ કથા એક રીતે મહત્વની એટલે ગણી શકાય કે ઓશો રજનીશના વિચારો રામચરિત માનસની સાથે જોડવાનો આ એક અદભુત પ્રયોગ અને પ્રયાસ ગણી શકાશે! ઓશોને ઊંડાણપૂર્વક નહીં સમજનારા લોકો તેમના ઘણા પ્રસંગોનો ઉપર છલ્લો આધાર ગણીને તેમની ટીકા કરતાં રહ્યાં છે.
પરંતુ એ વાત નોંધપાત્ર પણ છે કે ઓશોનું હિન્દુ ધર્મનું તત્વજ્ઞાન તથા તેમણે આપેલા ધ્યાન યોગના પ્રયોગો કદાચ વિશ્વમાં તેની તોલે કોઈને મૂકી શકાય કે કેમ તે એક સવાલ છે! ત્યારે પુ. મોરારિબાપુના વિચારો પણ ઓશોની સાથે જોડાઈને નવ દિવસ સુધી પ્રવાહીત થશે અને તેનો લાભ શ્રોતાગણને ઉત્તમ રીતે મળી શકશે.
કથા તા 27 ઓગસ્ટ રવિવારે વિરામ પામશે.