Latest

બાલાસિનોર કેદારેશ્વર મહાદેવ મંદિર હોલ ખાતે સાંસદના અધ્યક્ષ સ્થાને કૃષિ મેળો યોજાયો

બાલાસિનોર, સંજય ઝાલા: બાલાસિનોર ખાતે મિલેટ ડેવલોપમેન્ટ યોજના તેમજ એ. જી. આર ૩ યોજના હેઠળ ખેડૂતોમાં જાગૃતિ લાવવા માટે આધુનિક કૃષિ તાંત્રિકતા અને નવીનતમ સંશોધનની માહિતી માટે તાલુકા કક્ષાનો કૃષિ મેળો વ ધાન્યપાક પરિસંવાદ બાલાસિનોર તાલુકાના કેદારેશ્વર મહાદેવ હોલ ખાતે પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને યોજાયો.

આ પ્રસંગે પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ એ જણાવ્યું હતું કે , મિલેટસ વર્ષની ઉજવણીમાં ભારતના યોગદાન વિશે જણાવી વડાપ્રધાનના મિલેટસનો વધુમાં વધુ ઉપયોગ થાય અને દેશના નાગરિકોની તંદુરસ્તી જળવાય તેવા આહવાન ને ધ્યાને લઈ પ્રત્યેક વ્યક્તિને ખોરાકમાં મિલેટ્સનો વધુમા વધુ ઉપયોગ કરવા જણાવ્યુ હતુ.

સાંસદએ વધુમાં ઉમેર્યું કે , પેહલા દેશમાં ૨૩ પ્રકારના જાડું ધાન્ય ઉપલબ્ધ હતું જે આજે ૭ પ્રકારના જાડા ધાન્ય જોવા મળે છે .જાડાં ધાન્યના ઉપયોગથી આપણે આવનારી પેઢીઓને ઘણી બધી બિમારીઓથી બચાવી શકીએ છીએ તેમ જણાવી પ્રાકૃતિક ખેતીના અભિયાનમાં સહભાગી બની સૌને પ્રાકૃતિક કૃષિ અપનાવવા જણાવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ ,મહીસાગર , પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ , જિલ્લા ખેતીવાડી અધિકારી જે. આર .પટેલ , બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ, જિલ્લા પંચાયત સદસ્યો, સરપંચો , તાલુકા વિકાસ અધિકારી સહિત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 551

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *