અખિલ ભારતીય કોળી સમાજ ના ચંદ્રવદન પીઠા વાલા અને રસિક ચાવડા નો કોળી સમાજ જોગ સંદેશ
અખિલ ભારતીય કોળી સમાજ ના પ્રદેશ પ્રમુખ ચંદ્રવદન પિઠા વાલા અને પ્રદેશ મહામંત્રી રસિક ચાવડા એ સંયુક્ત નિવેદન આપી કોળી સમાજ ને સંદેશ આપ્યો છે કે. તાજેતરમાં કોળી સમાજમાં સુરેન્દ્રનગર લોકસભા સીટ માં કોળી સમાજ ને ઉમેદવાર એક પાર્ટી એ બનાવિયા છે. જ્યારે સમાજ ના અમુક આગેવાનો હાલ પેટા જ્ઞાતિઓ ના નામે ચુવાડિયા કોળી સમાજ અને તળપદા કોળી સમાજ નું વિભાજન કરી પોતાનો રાજકીય લાભ લેવા બેઠકો કરી રહ્યાં છે.
આપણે સો સમાજ ને સંગઠીત કરવાની મુહિમ ચલાવતા હોય સમાજ એક જ છે. પરંતુ ચોક્કસ લોકો પોતાનો અંગત રાજકીય લાભ લેવા માટે સમાજ ના ભાગલા પાડવા માટે કાર્ય કરી સમાજમાં અરાજકતા ફેલાવી રહ્યાં છે. રાજકીય પક્ષોના એ એમને ઉમેદવાર બનાવ્યા છે તે પક્ષ નો વિષય છે.
અન્ય પાર્ટી અન્ય ઉમેદવાર ઊભા રાખજે તે તેનો વિષય છે. સમાજ ને અને લોકો એ સમજણ પૂર્વક નક્કી કરવાનું છે કે કોને મત આપવો. આપણે બધાએ સાથે મળીને સમાજને સંગઠીત કરી આપણાં કાયદેશરના હક્ક માટે લડત ઉપાડવાની છે.
રાજકીય પક્ષોએ આપણાં ભોળપણનો લાભ લઈ એમનો રોટલો શેકવા માટે આપણને અંદરો-અંદર લડાવી નાખ્યાં એ બાબતમાં સંશોધન કરવું અત્યંત જરૂરી છે.
ચંદ્રવદન પીઠા વાલા અને રસિક ચાવડા એ કોળી સમાજ ને બે હાથ જોડી ચુવાડિયા/ તળપદા / ધેડિયા/ કોળી પટેલ તથા પેટા જ્ઞાતિઓ ભૂલી સમાજ ને એકતા માટે સાથે રહેવા સંદેશ પાઠવિયો છે.