શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાની સરહદ ઉપર આવેલું છે. હાલમા ચોમાસાની ઋતુ ચાલી રહી છે, પરંતુ વરસાદ છેલ્લા કેટલાય સમયથી ન આવતા ધરતીપુત્રો અને લોકોને ભારે તકલીફ પડી રહી છે, ત્યારે સોમવારના દિવસે કોટેશ્વર ખાતે આદિવાસી ભાઈઓ દ્વારા મહાદેવને પાણીમાં ડુબાડવામાં આવ્યા હતા અને વરૂણદેવને રીઝવવા માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
ત્યારબાદ જન્માષ્ટમીના દિવસે કે જે ગોકુળ આઠમ તરીકે ઓળખાય છે આ દિવસે સમસ્ત અંબાજી કુંભારિયા રબારી સમાજના લોકોએ તળાવ પૂજન કર્યું હતું.
ગોકુળ આઠમના દિવસે અંબાજી – કુંભારીયા આસપાસના રબારી સમાજે તળાવ પૂજન કર્યું હતુ.ગોકુળ આઠમના દિવસે આ વિધિ સતયુગ અને પાંડવો યુગથી ચાલતી આવી છે.દાંતા રોડ પર તળાવને ધર્મનાડી તરીકે રબારી સમાજ ઓળખે છે.
ધર્મનાડી પૂજવાનો વર્ષો જુનો રિવાજ છે.મોટી સંખ્યામાં રબારી સમાજ તળાવ કાંઠે એકઠો થયો.રબારી સમાજની મહિલાઓ અને પુરુષો દ્વારા તળાવ પૂજન કરવામાં આવ્યું.તળાવમાં શાસ્ત્રોકત વિધિ વિધાનથી પૂજન કરાયું હતુ. તળાવમાં માળા પણ મૂકવામાં આવી હતી અને વધામણા કરવામાં આવ્યા હતા
અંબાજી પ્રહલાદ પૂજારી