કપિલ પટેલ દ્વારા અરવલ્લી
હિન્દૂ ધર્મ માં ચૈત્રી નવરાત્રિ એટલે જપ તપ ઉપાસના નું મહામૂલું પર્વ ગણાય છે અને અસંખ્ય માતાજી મંદિરો ના ધામોમાં ચૈત્રી નવરાત્રી ની પૂજા અર્ચના જપ તપ આરાધના અને અનુષ્ઠાન ભક્તો દ્વારા કરવામાં આવે છે.
તા.૨૯મી માર્ચે ચૈત્ર માસ ની ચૈત્રી આઠમે અરવલ્લી જિલ્લાના રામી માળી યુવક મંડળ દ્વારા મોડાસા ના લીમડા તળાવ પાસેના ભગવતી મહાકાળી માતાજી ના મંદિરે ભવ્ય હોમ હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું.
અને હવન ના ભવ્ય કાર્યક્રમમાં અસંખ્ય ભક્તો માતાજી ના હવનનો લાભ લઈ શ્રીફળ હોમ સહિતના કાર્યક્રમોમાં જોડાઈ ને ધાર્મિક ઉત્સવ નો લહાવો લઈ ધન્યતા અનુભવી હતી