સુખડી નો પહેલો ગોણ બનતાજ નિજ મંદિરમાં માતાજી ને ભોગ લગાવવામાં આવ્યો
2100 કિલો સુખડી નો મહાપ્રસાદ બની રહ્યો છે
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાત માઁ અંબા નો પ્રાગટ્ય દિવસ પોષીપૂનમ સુખડીનો મહાપ્રસાદ બનવાનો પ્રારંભ થયો છે
જ્યારે સુખડી નો પહેલો ગોણ બનતાજ શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ ટ્રસ્ટ, અંબાજી ના સભ્યો દ્વારા નિજ મંદિરમાં માતાજી ને ભોગ લગાવવામાં આવ્યો હતો અને માઁ અંબાની શોભાયાત્રા ના ગણતરી ના દિવસો બાકી રહ્યા છે
ત્યારે તૈયારીઓ તળામાર ચાલી રહી છે અંબાજી મંદિરનો ચાચર ચોક ડેકોરેશન અને મંડપ દ્વારા સજાવવામાં આવી રહ્યો છે જ્યારે કોરોના કાલ બાદ માતાજી ના ભક્તો અને ગામજનો હાથી પર બિરાજમાન માં અંબા ની ઝાંખી ના દર્શન કરવા માટે આતુર થઈ રહ્યા છે
આ વર્ષે પણ શોભાયાત્રામાં અવનવી જાખીઓ જોવા મળશે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSS ના સ્વયંસેવકો પણ આ વખતે શોભાયાત્રામા જોડાશે ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા અને અંબાજી મંદિર દેવસાન ટ્રસ્ટ દ્વારા શોભાયાત્રા ની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે
અંબાજી પ્રહલાદ પૂજારી