મા શબ્દ આવે એટલે વિશ્વ ભર માં માતા નું તેના સંતાનો પ્રત્યે નું સમર્પણ અને પ્રેમ યાદ આવે એ માત્ર માનવ માટે જ નહીં પણ પશુ,પક્ષી અને પ્રાણી ઓ માં પણ મા ની સંવેદનાઓ સૌ કોઈ એ જોઈ હશે એમાં પણ જો સંતાન ને કોઈ પીડા કે બીમારી હોય તેવા સંજોગોમાં માં એ બાળક માટે સર્વસ્વ થઈ ને તેની ઢાલ બને છે અને બાળક ની પીડા ને અંદર થી કપાતા કાળજા ની બહાર સહેજ પણ અસર દેખાવા દેવા સિવાય સતત બાળકો માટે તેનું બળ બની ને એવી જટિલ સારવાર કરાવે છે
આવા અનેક બીમાર સંતાનો ની સારવાર માં પરિવાર માં પિતા અને અન્ય સભ્યો તો સતત સાથે હોય જ પણ માતા તો બાળક નો જાણે પડછાયો હોય તેમ સારવાર માટે સતત બાળક ને લઈ ને આ દવાખાને થી આ દવાખાને સતત સાથે ને સાથે હોય છે રેડક્રોસ ભાવનગર ખાતે બ્લડ ચડાવવા માટે આવતા કેટલાય થેલેસીમિયા મેજર ના બાળકો ની સાથે તેની માતાઓ જ આવે છે
પિતા પરિવાર નું પોષણ કરવા નોકરી એ કે ધંધે જાય પણ સારવાર માટે સાથે માં આવે જ્યારે લોહી ચડાવવા માટે બાળક ને સોઈ મૂકીએ ત્યારે ધણી વખત માતા ને અને સોઇ મુક્તા નર્સ અને સ્ટાફ ને પણ આંખ માં પાણી આવી જાય છે આ પીડા વચ્ચે સતત માં એ બાળક ને પ્રોત્સાહન પૂરું પાડે છે
તાજેતર માં હિમોફિલિયા સોસાયટી ભાવનગર ચેપ્ટર દ્વારા રેડક્રોસ હિમોફિલિયા ટ્રીટમેન્ટ સેન્ટર ખાતે હિમોફિલિયા રોગ થી પીડાતા બાળકો અને અન્ય દર્દીઓ માટે કેમ્પ અને મનોરંજન કાર્યક્રમ, સ્પર્ધાઓ, મેજિક શો નું આયોજન કરાયેલું જેમાં તે દિવસે માતૃત્વ દિવસ હોય હિમોફિલિયા ની જટિલ સારવાર માં મદદરૂપ થતી એવી માતાઓ નું રેડક્રોસ દ્વારા વિશિષ્ટ સન્માન કરી ને તેમની હિંમત અને બાળક ની સારવાર માટે ની તૈયારીઓ ને લઈ ને તેવી દરેક માતા ની વંદના કરવા માં આવી ત્યારે એક એવી માતા કે જે ભાવનગર જિલ્લા ના દૂર ગામડા માંથી આવે છે
પરિવાર માં નાના નાના ચાર સંતાનો હિમોફિલિયા ની સારવાર મેળવે છે તેમના પિતા નું થોડા સમય પહેલા અવસાન થઈ જતા આ માતા ઉપર આ બાળકો ની જવાબદારી આવી પડી છે ત્યારે તે માતા કપરા સમય સામે બાળકો ની ઢાલ બની ને સાથે રહી છે
પોતે ખેત મજૂરી કરી ને સાથે સાથે ચાર નાના સંતાનો ની સારવાર માટે વારંવાર ભાવનગર ખાતે રેડક્રોસ અને સર ટી હોસ્પિટલ આવે છે અને તેનો સંઘર્ષ જોઈ ને આપણે ઈશ્વર ને પ્રાર્થના કરવા નું મન થાય કે તેમની પીડા ઓછી થાય ત્યારે જગત ની સૌ એવી માતાઓ માટે આપણ ને વંદન સિવાય કશું જ ન સુજે તાજેતર માં પ્રાણી ઓ માં પણ એક કિસ્સો બે દિવસ પહેલા સમાચાર પત્રો માં પ્રસિદ્ધ થયો છેક ઊંડા જંગલ માં ઘાયલ થયેલા સિંહ બાળ ને તેની માતા સિંહણ છેક જંગલ બહાર થી વન કર્મીઓ ને અંદર લઈ જઈ ને ઘાયલ સિંહ બાળ પઠારીયા પાસે લઈ જાય છે અને એટલુંજ નહિ તેની સારવાર વન કર્મીઓ કરે છે ત્યાં સુધી મા સિંહણ દૂર બેસી રહે છે
જાણે ભલે બોલવા ની શક્તિ એ પ્રાણી માં નથી પણ મમતા અને લાગણી ના દર્શન તો પ્રાણી માત્ર માં જોઈ શકાય છે એટલે જ તો માં ને ધરતી ઉપર ના ઈશ્વર જ કહ્યા છે.