રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત.
સુરતના ઉધના,બમરોલી ખાડી પુલ આત્માનંદ સોસાયટી-2 પાસે આવેલા શ્રી માધવ ગૌશાળા, માં પાદકુઈ માતા મંદિરમાં આજ રોજ સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે શ્રાવણ માસમાં શિવજીની આરાધના કરવાનો આનાથી સરસ અવસર બીજો શુ હોય શકે. સાક્ષાત મહાદેવજી ના નંદી મહારાજ અને ગૌમાતાના સાનિધ્યમાં રક્તદાન કરવાનું આયોજન કરવામાં આવ્યો હતું.રક્ત દાન કરવાથી હાર્ટનું સ્વાસ્થ્ય સુધરે છે અને હૃદયને સંબંધિત બીમારીઓ, સ્ટ્રોકનું જોખમ ઘટે છે.
હૃદયમાં આયર્ન વધી જાય તો હૃદયરોગનું જોખમ વધે છે. નિયમિત રક્તદાન કરવાથી તમારા લોહીમાં આયર્નની માત્રા નિયંત્રિત થાય છે જે તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે.જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું.
માધવ ગૌશાલામાં સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું..
મહા રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં યુવાઓએ રક્તદાન કર્યું હતું…
૨૫૦ જેટલી રક્તદાન કરવામાં આવ્યું હતું…