Latest

મહારાજા કૃષ્ણકુમારસિંહજીની 58મી પુણ્યતિથિ નિમિત્તે પાળીયાદ વિસામણબાપુની જગ્યા તરફથી મિશન ભારત રત્નને સમર્થન આપવામાં આવ્યું.

બોટાદથીઆશરે 15 કિ.મી દૂર પાળીયાદ આવેલ છે જ્યાં પ.પૂ વિસામણબાપુ ની જગ્યા એટલે વિહળધામ તીર્થભૂમિ આવેલ છે જ્યાં પૂ.વિસામણબાપુ, પૂ.લક્ષ્મણ બાપુ, પૂ.મોટા ઉનડ બાપુ, પૂ.દાદાબાપુ, પૂ.ઉનડબાપુ અને પૂ.અમરાબાપુનું દેવળ આવેલ છે. દર અમાસના દિને હજારોની સંખ્યામાં પાળીયાદના ઠાકોરના દર્શને લોકો ઉમટી પડે છે.

જ્યાં આજરોજ પાળિયાદ ગાદીપતિ પ.પૂ મહંત શ્રી ૧૦૦૮ નિર્મળાબા અને પ.પૂ ભયલુ બાપુ દ્વારા પ્રાંત:સ્મરણીય નેકનામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીની 58મી પુણ્યતિથિ નિમિત્તે મહારાજાને ભારત રત્નથી સન્માનિત કરવા સરકારશ્રીને વિનંતી કરવામાં આવી હતી તેમજ આ અભિયાનના સંચાલક જિજ્ઞેશ કંડોળિયાને પણ આશીર્વાદ પાઠવ્યા હતા. આ અભિયાનમાં નીલુભાઇ ગઢવી, વિજયભાઈ ખાચર અને અજય પીપળીયા જોડાયા હતા.

અહેવાલ ધમૅન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે…

તપાસ નો ધમધમાટ શરૂ: રૂ.3:38 લાખ ના સીસી રોડ ના કામ માં ભ્રસ્ટાચાર બાબતે થયેલ છે ગાંધીનગર લેખિતમાં રજુઆત

એબીએનએસ, રાધનપુર: રાધનપુરના રહેણાંક વિસ્તારો વિકાસ થી વંચીત રાખી બિલ્ડરો ને…

1 of 562

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *