Latest

મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં બીજેપીના થયેલા* *ભવ્ય વિજયને વધાવવા માટે જામનગર શહેર ભાજપા દ્વારા કરાઈ ઉજવણી

જામનગર, સંજીવ રાજપૂત: મહારાષ્ટ્રમાં બૃહદમુંબઈ મહાનગર પાલિકા (BMC) ની ચૂંટણી યોજાઈ હતી, જેમાં મહારાષ્ટ્રમાં ૧૫ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ BMC સહિત કુલ ૨૯ મહાનગરપાલિકાઓ માટે મતદાન યોજાયું હતું. આજે, ૧૬ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ આ ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે અને પરિણામો જાહેર કરવામાં આવેલ, જેમાં ભાજપ (૧૩૭ બેઠક) અને એકનાથ શિંદેની શિવસેના (૯૦ બેઠક). મહાવિકાસ અઘાડી (MVA): શિવસેના (UBT), કોંગ્રેસ અને શરદ પવારની NCP. આમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ રાજ ઠાકરેની MNS સાથે પણ કેટલીક બેઠકો પર જોડાણ કર્યું છે. કુલ વોર્ડ: ૨૨૭ બહુમતી માટે જરૂરી બેઠકો: ૧૧૪ જરૂરી રહેલ.આ વર્ષે મુંબઈમાં અંદાજે ૫૨.૯૪% મતદાન નોંધાયું હતું.

BMC એશિયાની સૌથી મોટી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે, જેનું બજેટ (અંદાજે ૭૪,૦૦૦ કરોડ રૂપિયા) ગોવા કે મેઘાલય જેવા કેટલાક નાના રાજ્યોના બજેટ કરતા પણ વધારે છે. છેલ્લા ૨૫ વર્ષથી અહીં શિવસેનાનું વર્ચસ્વ હતું, પરંતુ પક્ષના ભાગલા પડ્યા બાદ શિંદે જૂથ અને ઉદ્ધવ જૂથ બંને માટે આ પ્રતિષ્ઠાનો જંગ રહ્યો હતો. ગુજરાતી મતદારોની ભૂમિકા મહત્વની રહી, મુંબઈના ઘાટકોપર, મુલુન્ડ, કાંદિવલી અને બોરીવલી જેવા વિસ્તારોમાં ગુજરાતી મતદારોનું વર્ચસ્વ છે. આ ચૂંટણીમાં ગુજરાતી મતદારો ‘કિંગમેકર’ માનવામાં આવે છે. મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી ગઢબંધનના થયેલા ભવ્ય વિજયને વધાવવા માટે શહેર ભાજપા જામનગર દ્વારા શહેર ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવેલ. સૌ કાર્યકર્તાઓ માં ઉત્સાહ જોવા મળેલ.

આ ઉજવણી માં ભારતીય જનતા પાર્ટી શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, મેયર વિનોદ ખીમસુરિયાં, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસકપક્ષ નેતા આશિષ જોશી, સ્ટે. કમિટી ચેરમેન્ટ નિલેશ કગથરા, દંડક કેતન નાખવા, શિક્ષણસમિતિ ચેરમેન પરષોત્તમભાઇ કકનાણા, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ પ્રમુખો, પૂર્વ મેયરો, કોર્પોરેટરો, વોર્ડ સમિતિ ના સભ્યો, વોર્ડ પ્રભારીઓ, સેલ મોરચા ના અધ્યક્ષ સહીત કાર્યકર્તાઓ વિશાળ સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી જામનગર મહામાનગર મીડિયા વિભાગ કન્વીનર ભાર્ગવ ઠાકર ની અખબારી યાદી માં જણાવવામાં આવેલ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાત પ્રદેશ સંગઠનનું પુનઃ નિર્માણ કરાશે

ગુજરાત પ્રદેશ પ્રભારી ધવલ માકડિયા દ્વારા 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જ ની નિમણૂંક…

મોઢેરાના ઐતિહાસિક સૂર્યમંદિર ખાતે તા. ૧૭ અને ૧૮ જાન્યુઆરીએ દ્વિદિવસીય ‘ઉત્તરાર્ધ મહોત્સવ-૨૦૨૬’ યોજાશે

મહેસાણા, સંજીવ રાજપૂત: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશનર,…

રાજ્ય કક્ષાના યુવા ઉત્સવમાં સાવરકુંડલાની કપોળ કન્યા છત્રાલયનો દબદબો: ‘ઓળીપો’ એકાંકીએ દ્વિતીય સ્થાન મેળવ્યું

અમરેલી જિલ્લાનું ગૌરવ: રાજ્ય કક્ષાએ કપોળ કન્યા છત્રાલયની દીકરીઓએ અભિનયના ઓજસ…

1 of 621

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *