Latest

મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચ દ્વારા યોગ નૃત્ય સ્પર્ધા નું આયોજન કરાયું

૯ માં આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચ અને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા આંબેડકર ભવન ખાતે યોગ નૃત્ય સ્પર્ધાનું આયોજન કરાવામાં આવ્યું. જેમાં મુખ્ય અતિથિ તરીકે ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, મહિલા પતંજલિ યોગ સમિતિ દક્ષિણ ગુજરાત ના પ્રભારી તનુજા આર્યા, જેએસએસ ભરૂચ ના નિયામકશ્રી ઝયનુલ આબેદિન સૈયદ, નગરપાલિકા ઉપપ્રમુખ નિનાબા યાદવ, પૂર્વ નગર પાલિકા પ્રમુખ ઈન્દિરાબા રાજ, મહિલા પતંજલિ સંવાદ પ્રભારી પુષ્પાબેન સંગાથિયા, મહિલા પતંજલિ ભરૂચ જિલ્લા પ્રભારી હેમાબેન પટેલ, મહિલા પતંજલિ સુરત જિલ્લા પ્રભારી અંમિતાબેન ગાંધી, દક્ષાબેન રાઠોડ તથા મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો, યોગ શિક્ષકો તથા યોગસાધકો ઉપસ્થિત રહ્યા હતા. યોગ નૃત્ય સ્પર્ધામાં કુલ ૧૩ ટીમોએ ભાગ લીધો હતો. સ્પર્ધક દરેક ટીમ ના સભ્યોને મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા જ્યારે વિજેતા ત્રણ ટીમને ટ્રોફી આપી  સન્માનિત કરાયા હતા.

ભારત ના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના નેતૃત્વમાં જી૨૦ જન ભાગીદારી સમિટ અંતર્ગત જન શિક્ષણ સંસ્થાન અને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના સંયુકત ઉપક્રમે મહિલાઓને આત્મનિર્ભર કરવા ચલાવવામાં આવતા સિવણ ક્લાસની બહેનોને આ પ્રસંગે ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, ઝયનુલ સર, નિનાબા યાદવ, ઇન્દિરાબા રાજ, સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ, હેમાબેન પટેલ અને પ્રમુખ ભાવનાબેન સાવલીયા દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યાં હતા.

ભાવેશ મુલાણી, ભરૂચ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સતત 10 વર્ષથી એક રાખી ફોજી કે નામ અભિયાન હેઠળ મહિલા કોર્પોરેટર દ્વારા જવાનોને રાખડી બાંધવામાં આવી

જામનગર, સંજીવ રાજપૂત: એક રાખી ફોજી કે નામ અભિયાન હેઠળ જામનગરના મહિલા કોર્પોરેટર…

ભાવનગર શહેરમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી સંદર્ભે કમિશનરશ્રી એન.કે.મીણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.

રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર…

1 of 612

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *