અમિત પટેલ અંબાજી
ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલ યાત્રાધામ અંબાજી અંબાજી મંદિર ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખાતું હોય છે અંબાજી ખાતે અનેક નેતા અનેક અભિનેતાની સાથે રાજ્યકક્ષાના આગેવાનો માં અંબાના દર્શનાર્થે આવતા હોય છે જ્યારે અંબાજી મંદિરમાં ગુજરાતી ફિલ્મના એક્ટર મલ્હાર ઠાકર યાત્રાધામ અંબાજી દર્શનાર્થે પહોંચ્યા હતા મલ્હાર ઠાકરે અંબાજી મંદિરમાં દર્શન કરી માં અંબા સમક્ષ શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી
મલ્હાર ઠાકર કે જે ઇન્ડિયન એક્ટર છે અને તમને ગુજરાતી ફિલ્મોની વાત કરાય તો છેલ્લો દિવસ ,ડો નોટ ડિસ્ટર્બ, સહિતની અનેક ગુજરાતી પિક્ચરોમાં મુખ્ય ભૂમિકા ભજવી છે અને ગુજરાતી ફિલ્મોમાં લોક ચાહના મેળવી છે મલ્હાર ઠાકર અંબાજી દર્શનાર્થે પહોંચ્યા હતા અંબાજી દર્શન કરી અંબાજી ટેમ્પલ ઇન્સ્પેક્ટરની ઓફિસમાં પણ તેમને મુલાકાત કરી હતી જ્યારે સ્થાનિક લોકો અને તેમના ચાહકો સાથે મલ્હાર ઠાકરે ફોટોશેશન પણ કરાવ્યું હતું ગુજરાતી ફિલ્મના એક્ટર મલ્હાર ઠાકર માં અંબાના ધામ અંબાજી દર્શનાર્થે પહોંચ્યા હતા મલ્હાર ઠાકરે અંબાજી મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી..