અંબાજી મંદિર દ્વારા લેવાયો મહત્વપૂર્ણ નિણર્ય……
મંદિરે ધ્વજા રોહણ માટે ની સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી….
ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી એ લાખો માઈ ભક્તો ની આસ્થા નું કેન્દ્ર સ્થાન છે ત્યારે અહી દરરોજ અનેક માઈ ભક્તો દ્વારા મંદિર ના શિખરે ધજા ચઢાવવા માં આવે છે. જે આસ્થા નો વિષય હોય લોકો દ્વારા વિના સંકોચે તેમજ ભાવતાલ કર્યા વગર ધજા ચઢાવવા તૈયાર થતા હોય છે .જેનો ગેરલાભ ઉઠાવી અમુક બ્રાહ્મણો દ્વારા તેને ધંધો બનાવી નજીવી કિંમતે તૈયાર થતી ધજા ના નામે મોટો વેપાર શરૂ કર્યો હતો.
જેની જાણ થતાં ધજા ના નામે કાળો કારોબાર કરતા અમુક બ્રાહ્મણો ને અંબાજી મંદિર દ્વારા પ્રવેશ બંધી કરી ધજા નો ધંધો બંધ કરાવ્યો હતો.
જે બાદ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માઈ ભક્તો ની આસ્થા ને ધ્યાને લઈ માતાજી ના મંદિર ના શિખરે ધજા રોહણ કરી શકે તે માટે ટેમ્પલ ઇન્સ્પેકટર કાર્યાલય ખાતે થી વ્યવસ્થા પૂરી પાડવાનો નિર્ણય કર્યો હતો.જેમાં વિવિધ લંબાઈ ની ધજા શિખરે ચઢાવવા ની માટે વ્યવસ્થા કરવામાં આવેલ છે .
માતાજી ના મંદિર ના શિખર ઉપર ધ્વજારોહણ માટે ની ધ્વજા ટેમ્પલ ઇન્સ્પેકટર કાર્યાલયમાંથી મળી રહેશે.
જેમાં ધજા ,પૂજા – અર્ચના ,ફોટોગ્રાફી,તથા વાજિંત્રો સાથે સંપૂર્ણ શાસ્ત્રોક્ત પદ્ધતિ થી ધજા નું પૂજન – અર્ચન કરી ધજા ચઢાવવા માં આવશે .
ધ્વજા ની સાઈઝ અને દાન – ભેંટ પેટે લેવાની રકમ નીચે મુજબ મંદિર દ્વારા નક્કી કરાઇ છે
૧) ૫ મીટર ના ૨૧૦૦/-
૨) ૭ મીટર ના ૨૫૦૦/-
૩) ૯ મીટર ના ૩૧૦૦/-
૪) ૫ મીટર ના. ૫૧૦૦/-
ધજા ચઢાવવા માટે નીચે મુજબ ના નિયમો અને સમય નક્કી કરાયા છે જે નીચે મુજબ છે…..
૧) ધજા ચઢાવવા માટે નો સમય સવારે ૦૭:૩૦ થી ૧૧:૩૦ તથા બપોરે ૧૨:૩૦ થી ૦૪:૩૦ સુધી નો રહેશે.( સમય માં ઋતુ મુજબ ફેરફાર કરવામાં આવશે).
૨) ધજાજી ની પૂજા તથા સામૈયા માટે તમામ લોકો સામેલ થઈ શકશે ,પરંતુ ધજા રોહણ માટે અગાસીમાં માટે પાંચ વ્યક્તિ જઈ શકશે અન્ય લોકોએ નીચે થી ધજા જી ના દર્શન કરવાના રહેશે.
૩) સાંજે ૦૪:૩૦ વાગ્યે મંદિર ના શિખરે જે ધજા રોહણ થશે તે બીજા દિવસ સુધી શિખર પર રહેશે તે માટેની ધજાજી ના દર અલગ થી નક્કી થયેલ છે.
ટેમ્પલ ઇન્સ્પેકટર ની કચેરી ખાતે થી ટેલીફોનીક બુકિંગ પણ કરી શકાશે. જેનો સંર્પક નંબર નીચે મુજબ છે.
૧) મો: ૮૭૯૯૬ ૦૦૮૯૦
૨) ટેલિફોન :૦૨૭૪૯ ૨૬૨૨૩૬
મંદિર દ્વારા ધ્વજા જી ના શાસ્ત્રોક્ત પૂજન – અર્ચન માટે અલગ – અલગ તારીખે અલગ – અલગ બ્રાહ્મણો ની નિમણુક કરવામાં આવી છે.
રિપોર્ટ…. અમિત પટેલ અંબાજી