શક્તિ ભકિત અને આસ્થાનો ત્રીવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી તાજેતરમાં નવરાત્રી પર્વ સુખ સંપન્ન રીતે પૂર્ણ થયો છે
આજે દશેરા પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આજે સાંજે ભટ્ટજી મહારાજ અને અંબાજી મંદિરના વહીવટદાર આર કે પટેલ હસ્તે માન સરોવરમાં સમી પૂજા કરવામાં આવી હતી.
આજે સાંજે અંબાજી મંદિર થી ઢોલ શરણાઈ સાથે અંબાજી મંદિર ના અધિકારીઓ, પૂજારીઓ અને ભટ્ટજી મહારાજ સાથે સુરક્ષા કર્મીઓ માન સરોવરમાં આવ્યા હતા અને સમીના વૃક્ષ નીચે બેસીને શાસ્ત્રોકત વિધિ વિધાનથી સમી પૂજા કરવામાં આવી હતી
ભટ્ટજી મહારાજ અને અંબાજી મંદિરના વહીવટદાર આર કે પટેલ સાથે પૂજા કરવામાં આવી હતી અને ત્યારબાદ અંબાજી મંદિરનાં શસ્ત્રોની પણ પૂજા કરવામાં આવી હતી.
દર વર્ષે આદી અનાદી કાળથી આ પરંપરા ચાલી આવી રહી છે અને આજે અંબાજી મંદિર પાસે આવેલાં માન સરોવરમાં સમી પૂજા કરાઈ હતી
અંબાજી પ્રહલાદ પૂજારી