ગુજરાત ના બરોડા માં મરાઠા સેવા સંઘ નું રાષ્ટ્રીય અધિવેશન તારીખ 9 ડિસેમ્બર યોજવામાં આવ્યું હતું તેમાં રાજકીય સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્ર માં સારું કામ કરનારાઓના કામ ની વિશેષ નોંદ લઈ એમને સન્માનિત કરવામાં આવ્યું તેમાં હાલ સુરત માં રહેતા સમસ્ત મરાઠા કુણબી પાટીલ સમાજ ના સંસ્થાપક તેમજ મરાઠા સેવા સંઘ દમન દિવ ના પ્રભારી દિપક આર પાટીલ એમને સન્માનિત કરવામાં આવ્યું .
દીપક પાટીલ સમસ્ત મરાઠા કુણબી પાટીલ સમાજ વેલ્ફેર ટ્રસ્ટ સુરત ના સંસ્થાપક અધ્યક્ષ છે તેમને સમાજ માટે સમાજ જાગૃતિ એકત્રિત કરવા મેડિકલ કેમ્પ શિવજયંતી વકૃત્વ સ્પર્ધા , કરિયર માર્ગદર્શન શિબિર, પોલીસ ભરતી માર્ગદર્શન શિબિર, યુવક યુવતીઓ ના લગ્ન માટે પરિચય બુક કોરોના સમય માં લોકોને દવા થી લઈ અનાજ કીટ ભોજન નું વિતરણ કર્યું હતું
તેમજ તે સમયે કલેકટર શ્રી દ્વારા પાસ અપાવી નિયમોનું પાલન કરાવી 14 યુગુલોના લગ્ન કરાવવા મદતરૂપ થયા હતા .કોરોના સમય માં ઈમરજંસી ગામ જનારા લોકોમાટે માર્ગદર્શન આપી કલેક્ટર શ્રી પાસે થી પાસ કઢાવી આપ્યા હતા. સમાજ ના યુવકો માટે પોલિસ ભરતી માટે 6 મહિના 160 યુવકોને ફ્રી પશિક્ષણ કલાસ ચલાવ્યા હતાં.
5 વર્ષ થી દર વર્ષે સમાજ ના તેજસ્વી તારલાઓ ને પ્રોત્સાન મળે તે માટે સન્માન સમારોહ નું આયોજન કરી સમાજ માં સારું કામ કરતા લોકોને તેમજ બાળકોને સન્માનીત કર્યા . બેટી બચાવ , સમાજ ના વિવિધ સમસ્યાઓ માટે હમેશા મદતરૂપ થઈ આવા વિવિધ સામાજિક કાર્યો ની નોંદ મરાઠા સેવા સંઘ દ્વારા લેવામાં આવી અને દિપક આર પાટીલ એમને સન્માનિત કરવામાં આવ્યુ.