bhavnagarBreaking NewsCrimeGujaratIndia

રોકડ રૂ.૧૦,૧૩૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો હાથકાંપનો જુગાર રમતાં ૪ માણસોને ઝડપી લેતી ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સબ ઇન્સ.શ્રી કે.એમ.પટેલ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા  તથા ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/ જુગાર ની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
તા.૦૯/૧૨/૨૦૨૩નાં રોજ ભાવનગર,એલ.સી.બી.તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન સાથેના પોલીસ કોન્સ.અલ્ફાઝભાઈ વોરાને જુગાર અંગે મળેલ માહિતી આધારે ભાવનગર,તિલકનગર,દેવીપુજકવાસમાં,બહુચરમાતાના મંદિર પાછળ જાહેર જગ્યામાં રેઇડ કરતાં નીચે મુજબનાં માણસો જુગાર રમતા પકડાય ગયેલ.તેઓ વિરૂધ્ધ ઘોઘારોડ પો.સ્ટે.માં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
આરોપીઓઃ-
1. રાજેન્દ્રભાઇ અમુતલાલ રાઠોડ ઉ.વ.૨૮ રહે.તિલકનગર, મેલડી માંના મંદિરના ખાંચામા,ભાવનગર
2. નરેશભાઇ લાલજીભાઇ કહાર ઉ.વ.૫૦ રહે.તિલકનગર, બહુચરાજી મંદિર પાછળ, ભાવનગર
3. રમેશભાઇ રવુભાઇ મકવાણા ઉ.વ.૩૦ રહે.તિલકનગર,સ્લમ બોર્ડનો રોડ. દિલુભાઇ ની દુકાન ની પાછળ ભાવનગર
4. રાજેશભાઇ રામજીભાઇ મકવાણા ઉ.વ.૨૮ રહે.તિલકનગર,બહુચર માંના મંદિરની પાછળ, ભાવનગર
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
ગંજીપત્તાનાં પાના-૫૨ તથા રોકડા રૂ.૧૦,૧૩૦/- મળી કુલ કિ.રૂ.૧૦,૧૩૦/- નો મુદ્દામાલ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ સબ ઇન્સ.શ્રી કે.એમ.પટેલ તથા પોલીસ કર્મચારી બાબાભાઈ હરકટ,ભૈપાલસિંહ ચુડાસમા,હારીતસિંહ ચૌહાણ,અલ્ફાઝભાઈ વોરા,સત્યજીતસિંહ ચુડાસમા,નિતીનભાઈ ખટાણા વગેરે જોડાયેલ.
GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

દોષથી મુક્ત થઈ શકાય દુઃખથી નહીં: મોરારિબાપુ પાલીતાણાની “માનસ શિવ સંકલ્પ” રામકથાનો સફળ આયોજન સાથે વિરામ

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા ) તીર્થભૂમિ પાલીતાણાની નજીકના ગામ સગાપરાની કૈલાશ…

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર

અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…

કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ ભાવનગરમાં મતદાન કરી લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો

મતદાન એ અધિકાર સાથે રાષ્ટ્રીય ફરજ પણ છે, દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ :…

સદી પાર છતાં લોકશાહી પ્રત્યે અડગ શ્રદ્ધા: ૧૦૧ વર્ષનાં અમરબેને મતદાન કરી લખ્યો પ્રેરણાનો અધ્યાય

દડવા ગામે વરિષ્ઠ માતૃશક્તિના સંકલ્પે યુવાનોમાં જગાવ્યો મતદાનનો જુસ્સો ઉમરાળા…

1 of 444

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *