જીએનએ મહેસાણા: કલેકટર કચેરી મહેસાણા ખાતે મહેસાણા જિલ્લાની મનોદિવ્યાંગ દિવ્યાંગ અને અનાથ દીકરીઓએ જિલ્લાના વડાઓ તેમજ જન પ્રતિનિધિઓ સાથે રક્ષાબંધનનું પર્વ ઉત્સાહભેર મનાવ્યું હતું…
ભાઈ બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધનના તહેવાર ને ધ્યાને લઈને મહેસાણા જિલ્લાની ત્રણ સંસ્થાઓની બાળાઓએ જિલ્લાના વડાઓ તેમજ જન પ્રતિનિધિઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી. મહેસાણાની પિલાજીગંજની બહેરા મુંગાની સરકારી સ્કૂલની , ખોડીયાર એજ્યુકેશન ટ્રસ્ટ મહેસાણાની મનો દિવ્યાંગ તેમજ ચાઈલ્ડ હેવન ઇન્ટરનેશનલ ઇન્ડિયા- મેઉ ની અનાથ દીકરીઓએ આજરોજ કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર એમ.નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી ડો.ઓમ પ્રકાશ, જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી, મહેસાણા પ્રાંત અધિકારી ઋતુરાજ સિંહ જાદવ , ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ તેમજ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ હરિભાઈ પટેલને કુમકુમ તિલક અને અક્ષત ચોંટાડીને રાખડી બાંધી અને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. મહેસાણા પ્રાંત અધિકારી ઋતુરાજ સિંહ જાદવે દિકરીઓને ભેંટ રુપે રુપિયા આપતા દિકરીઓ ખુશખુશાલ થઈ ગઈ હતી .
રક્ષાબંધન પર્વની આ યાદગાર ઉજવણીમાં દીકરીઓ ખુશ જોવા મળી હતી .આ તેમની સાથે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી આરતીબેન બોરીચા ખોડીયાર એજ્યુકેશનના ટ્રસ્ટના વિષ્ણુભાઈ ચૌધરી બહેરામુંગા શાળાના આચાર્ય ઉપાધ્યાયબેન લક્ષ્મીબેન તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા….