Latest

અંબાજી ખાતે મેળામાં જિલ્લા માહિતી કચેરી પાલનપુરની માનવતા મહેંકી ઉઠી, છાતીમાં દુખાવો ઉપાડતા પદયાત્રીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડયો

અંબાજી, સંજીવ રાજપૂત: અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમના મેળામાં જિલ્લા માહિતી કચેરી પાલનપુરની માનવતા મહેંકી ઉઠી હતી. તા.23 સપ્ટેમ્બર થી શરૂ થયેલા અંબાજીના મેળામાં પ્રચાર પ્રસાર અને મીડિયા મેનેજમેન્ટની વિશેષ જવાબદારી નિભાવી રહેલું માહિતી ખાતું માનવીય અભિગમ સાથે રાઉન્ડ ધ કલોક મેળાનું વિશેષ કવરેજ કરી રહ્યું છે.

મેળાના ચોથા દિવસે આજે તા.27 મી સપ્ટેમ્બરે માહિતીની ટીમ ત્રિશૂળીયા ઘાટ બાજુ પગપાળા સંઘોનું કવરેજ કરી રહી હતી ત્યારે પાંછા નજીક એક વ્યક્તિ રસ્તા પર દર્દ થી કણસી રહેલ નજરે પડ્યો હતો. આ વ્યક્તિની હાલત જોતાં પાલનપુર માહિતી કચેરીના માહિતી મદદનીશ જીજ્ઞેશ નાયકે તરત આ વ્યક્તિની ખબર પૂછી તો તેને છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હોવાની હકીકત જાણી હતી. પાલનપુરથી મેળામાં પગપાળા આવેલ શંકરભાઈ મોહનલાલ સલાટ ઉ.વ 22 ને છાતીમાં દુખાવો, મુંઝવણ અને ગભરામણથી તબિયત બગડી હતી.

શંકરભાઈની તબિયત લથડતી જોઈ માહિતીની ટીમ તેમની ગાડીમાં આદ્યશક્તિ જનરલ હૉસ્પિટલ ખાતે લઈ ગઈ અને તેમને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવી હતી. માહિતી કચેરીની કામગીરીને આદ્યશક્તિ જનરલ હૉસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ વાય. કે. મકવાણા સહિત સ્ટાફે પણ બિરદાવી હતી. જ્યારે શંકરભાઈ સાથેના સાથી મિત્રોએ માહિતીની ટીમનો આભાર માન્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે મૈત્રીનો નવો સેતુ રચાયો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત અને…

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

1 of 568

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *