કામરેજ વિધાનસભાના સર્વાંગીણ વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા
રાજ્યના શિક્ષણ મંત્રી તથા કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે તેમના મતવિસ્તારમાં નવી પ્રાથમિક શાળા – ઊંભેળ ખાતે રૂ. ૮.૭૭ કરોડના ખર્ચે જનસુખાકારી વધારતા રોડજેમાં,
(૧) વાઈડનીંગ ઓફ ઉભેળ થી પરબ રોડ, ૦/૦ થી ૫/૪૦
(૨) રીસરફેસીંગ ઓફ ઉભેળ થી પરબ રોડ ૦/૦ થી ૫/૪૦ રોડ
બનાવવાના મહત્ત્વપૂર્ણ કાર્યનું ખાતમુહૂર્ત સ્થાનિક હોદ્દેદારો અને વિશાળ જનમેદનીની હાજરીમાં કરવામાં આવ્યું.
રાજ્ય મંત્રી અને ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈએ તેમના સંબોધનમાં જણાવ્યું કે, “વિકસિત કામરેજ, વિકસિત ગુજરાત”ના લક્ષ્યાંક સાથે વિકાસની ગતિ અંત્યોદય સુધી પહોંચે એ અમારા સરકારનો સંકલ્પ છે. વધુમાં જણાવ્યું હતું કે, આ માર્ગોના બનતા સ્થાનિક સુખાકારીમાં વધારો થતાં નાગરિકોને દૈનિક અવરજવર વધુ સરળતાથી શક્ય બનશે.
તેમણે ઉમેર્યું હતું કે, આજની આ વિકાસ યાત્રા આપણાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવાન માર્ગદર્શન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના મક્કમ નેતૃત્વ સાથે રાજ્ય સરકારના દૃઢ સંકલ્પ અને વિઝનરી યોજનાઓનું સાકાર રૂપ છે.
રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈએ જણાવ્યું કે રાજ્ય સરકાર સતત પ્રયાસશીલ છે કે ગામડાંથી લઈને નગરો સુધીની દરેક વસ્તી આધુનિક સુવિધાઓથી સજ્જ બને અને લોકજીવન વધુ સુખાકારીય બને.
આ ખાતમુહૂર્ત પ્રસંગે તાલુકા અને જિલ્લાના હોદ્દેદારશ્રીઓ, વિધાનસભાના હોદ્દેદારશ્રીઓ, વિવિધ મોરચા અને સેલના પ્રમુખશ્રી-મહામંત્રીશ્રીઓ તથા કાર્યકર્તા શુભેચ્છકમિત્રો અને મોટી સંખ્યામાં નગરજનોને ઉપસ્થિત રહ્યા.