રિપોર્ટ અનુજ ઠાકર.
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ એ સાબિત કરી બતાવ્યું કે શિખર સુધી પહોંચવા માટે પૈસા, પાવર કે ઓળખાણ નહીં, પણ મહેનત, લગન અને આવડત જ જરૂરી છે.
અબ્દુલ કલામ સાહેબે પોતાના બાળપણમાં સ્ટ્રીટ લાઈટના થાંભલા નીચે બેઠા રહી અભ્યાસ કર્યો હતો. પોતાના અવિરત પરિશ્રમ અને પ્રતિભાના બળ પર તેમણે દેશના શ્રેષ્ઠ વૈજ્ઞાનિક અને પછી રાષ્ટ્રપતિ બનીને સમગ્ર વિશ્વને પ્રેરણા આપી.
આજે તેમની જન્મજયંતિના પાવન દિવસે દેશભરમાં લાખો લોકો તેમનું સ્મરણ કરે છે. તેમની નિષ્ઠા, સાદગી અને દેશપ્રેમ આ યુગ માટે પણ માર્ગદર્શક છે.
આજના દિવસે ડૉ. કલામ સાહેબને શત શત નમન! 🇮🇳
🕊️ સાદગીનું જીવંત ઉદાહરણ
ડૉ. કલામની વસિયત પોતે જ તેમની સાદગીનો પ્રતિબિંબ છે:
6 પેન્ટ, 4 શર્ટ, 25,000 પુસ્તકો, 1 ફ્લેટ (સંશોધન માટે દાનમાં),
1 પદ્મશ્રી, 1 પદ્મભૂષણ, 1 ભારત રત્ન, 16 ડોક્ટરેટ અને 1 વેબસાઈટ!
તેમની પાસે ગાડી, ઘર, જમીન, બેંક બેલેન્સ કે ઝવેરાત કંઈ જ નહોતાં.
એટલું જ નહીં — પોતાના પેન્શનના પૈસા પણ ગામની ગ્રામપંચાયતને દાનમાં આપ્યા!
આ છે એક સાચા મહાત્મા અને રાષ્ટ્રભક્તનો આદર્શ જીવનમંત્ર.
💫 કલામ સાહેબના શબ્દોમાં પ્રેરણા
“જો તમે FAIL થાઓ તો ક્યારેય હાર ના માનો,
કારણ કે F.A.I.L. નો અર્થ છે — First Attempt In Learning.
END એ અંત નથી, કારણ કે E.N.D. નો અર્થ છે — Efforts Never Die.
જો તમને જવાબમાં NO મળે, તો યાદ રાખો,
N.O. નો અર્થ છે — Next Opportunity!”
આ શબ્દો માત્ર વાક્યો નથી, પરંતુ જીવન જીવવાનો મંત્ર છે.
ચાલો, આજે તેમની યાદમાં આપણે પણ કારાત્મક બનીએ,
અને આપણા સપના સિદ્ધ કરવા માટે સતત પ્રયત્નશીલ રહીએ.