ભગવાન ગણેશને હિન્દુ ધર્મમાં પ્રથમ પૂજ્ય દેવતા તરીકે ગણવામાં આવે છે. કોઈપણ શુભ કે માંગલિક કાર્ય કરતા પહેલા તેમનું નામ લેવામાં આવે છે. અતુલ્ય વીર ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા બાળકો ને અપાતી ટ્રેનિંગ માટે શરૂ થતાં નવા વર્ષની શરૂઆતમાં સિદ્ધિવિનાયક મંદિર મક્તમપુર ભરૂચ ખાતે શ્રી સત્ય વિનાયક કથાનું આયોજન દ્વારા કરવામાં આવ્યું.
તેમાં અતુલ્ય વીર ચેરીટેબલ ટ્રસ્ટના સીઈઓ અનુરાગ દુબે, ઈન્સ્ટ્રક્ટરો તથા સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ, હેમાબેન પટેલ, પ્રમુખ ભાવનાબેન સાવલિયા તથા મોટી સંખ્યામાં આદરણીય સભ્યો અને ભાવિક ભકતો ઉપસ્થિત રહી શ્રી સત્ય વિનાયક કથાનું શ્રવણ કરી પૂજા અર્ચના કરી હતી સાથે સામુહિક હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો.
આવનારું નવું વર્ષ નિર્વિધ્ન અને શુભ નિવડે તેવી વિધ્નહર્તા ભગવાન શ્રી ગણેશજી અને સંકટમોચન હનુમાનજી મહારાજને પ્રાર્થના કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
ભાવેશ મુલાણી, ભરૂચ.