પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે દેશભરના ૫૦૮ રેલવે સ્ટેશનોનાં પુન: વિકાસ માટે શિલાન્યાસ……
ધ્રાંગધ્રા રેલવે સ્ટેશન માટે 16 કરોડ 7 લાખ રૂ.ના ખર્ચે રીડેવલપ કરવામાં આવશે….
ધ્રાંગધ્રા રેલવે સ્ટેશન રીડેવલપ થયા બાદ વધુ સુવિધાઓથી સજ્જ થશે….
અમૃત ભારત સ્ટેશન’ યોજના હેઠળ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે આજ રોજ દેશભરમાં વર્ચ્યુઅલ માધ્યમથી ૫૦૮ જેટલા રેલવે સ્ટેશનોનાં પુનર્વિકાસનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત ધ્રાંગધ્રા સહિત ગુજરાતના કુલ ૨૧ જેટલા સ્ટેશનો મુસાફરો માટે વધુ સુવિધાસભર બનાવવાના હેતુથી રીડેવલપ કરવામાં આવશે. વડાપ્રધાના હસ્તે ઈ – લોકાર્પણ પ્રસંગે ધ્રાંગધ્રા રેલવે સ્ટેશન ખાતે પણ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા ના અઘ્યક્ષસ્થાને તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ ની પ્રેરક ઉપસ્થિતિમાં રેલ્વે સ્ટેશનના પુન: વિકાસનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન માં પ્રકાશભાઈ વરમોરાએ ધ્રાંગધ્રા રેલવે સ્ટેશનની સુવિધાઓ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે આ રેલવે સ્ટેશન રિડેવલપ થશે અને પેસેન્જરોને મળતી હાલની સુવિધાઓમાં વધારો થશે. અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત રેલવે સ્ટેશનમાં સ્ટેશન પર મુસાફરોની સુવિધાઓ માં રોશની સાથે સ્ટેશનનો રવેશ સુધારેલ છે.
અને ફરતા વિસ્તારોના ગ્રીન પેચ અને લેન્ડસ્કેપિંગનો વિકાસ કરવો. પીક અપ અને ડ્રોપ લેન, 2-વ્હીલર લેન, 4-વ્હીલર લેન સહિત ટ્રાફિક મેનેજમેન્ટ, 2 વ્હીલર અને 4-વ્હીલર માટે પાર્કિંગ પ્લોટ, ટિકિટિંગ વિસ્તાર, ક્લોક રૂમ, પેસેન્જર ફ્રેન્ડલી સંકેતો, પ્લેટફોર્મ પર કવર શેડ,
રિટાયરિંગ રૂમ અને ડોર્મિટરીઝ,વેઇટિંગ રૂમ-એસી અને નોન-એસી સાથે બેબી ફીડિંગ રૂમ, કોચ ગાઇડન્સ સિસ્ટમ સહિત સંકલિત પેસેન્જર ઇન્ફર્મેશન સિસ્ટમ અને જાહેરાતો ,ફરતા વિસ્તારમાં અને પ્લેટફોર્મ પર દિવ્યાંગજન મૈત્રીપૂર્ણ ઉપયોગિતા ધરાવતા ટોઇલેટ બ્લોક્સ.કેટરિંગ કિઓસ્ક. OSOP યુનિટ,પ્લેટફોર્મ પર વોટર બૂથ સહિતના સુવિધાઓ પૂરી પાડવામાં આવશે
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ૨૪ હજાર કરોડથી વધુના ખર્ચે ૫૦૮ રેલવે સ્ટેશનોને રિડેવલપ કરવા રેલવે મુસાફરો અને નાગરિકોને વિશ્વસ્તરીય જાહેર પરિવહનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સરકારની પ્રતિબદ્ધતાનું પરિણામ છે. આ રેલવે સ્ટેશનના રીડેવલપ થવાથી યાત્રીકોને રેલવેની વધુ સારી સુવિધાઓ પ્રાપ્ત થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે,અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ધ્રાંગધ્રારેલવે સ્ટેશનને રૂ. 16 કરોડ 7 લાખ ના ખર્ચે રીડેવલપ કરવામાં થશે. અને ખાસ કરીને અત્રે ધાંગધ્રા રાજવી પરિવાર વતી ઉપસ્થિત ડોક્ટર રુદ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે ધાંગધ્રા રાજવી પરિવાર દ્વારા આપવામાં આવેલ રેલવે સ્ટેશનનું રજવાડી બિલ્ડીંગ ને જાળવી રાખવામાં આવશે અને નવું ડેવલપમેન્ટ તેની ઐતિહાસિક બિલ્ડીંગ ને ફેરફાર કર્યા વગર કરવામાં આવશે આ રી ડેવલપમેન્ટ થયા બાદ રેલવે મુસાફરોને વધુ સારી યાત્રી સુવિધા મળી રહેશે.
આ પ્રસંગે ધારાસભ્ય સહિતના મહાનુભાવોના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને શીલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા.પ્રધાનમંત્રીના સંબોધન ને લાઈવ નિહાળીયા બાદ ઉપસ્થિત મહાનુભાવોએ સ્ટેશનના પુનઃ વિકાસ કાર્યની તકતીનું અનાવરણ કર્યું હતું.આ પ્રસંગે ધાંગધ્રા હળવદ વિધાનસભાના ધારાસભ્ય પ્રકાશ ભાઈ વરમોરા , જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્ર સિંહ ક્ષત્રિય સમાજ અને ધ્રાંગધ્રા વરાજવી પરિવાર વતી રૂદ્રસિંહ ઝાલા , સહિત તેમજ રેલ્વે વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા
બ્યૂરો રિપોર્ટર દિનેશ ગાંભવા સાથે જયેશકુમાર ઝાલા ધ્રાંગધ્રા