એબીએનએસ, વી.આર. ગોધરા(પંચમહાલ):ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે યોગ થકી મહિલાઓના શારીરિક અને માનસિક સ્વાસ્થયને પ્રોત્સાહન આપવા,
આત્મવિશ્વાસ વધારવા અને સશકત બનાવવા તથા મહિલાઓને તેઓની જીવનશૈલીમાં યોગનું મહત્વ સમજાવવા અને સમાજમાં મહિલાઓને પ્રેરણાદાયી બનાવવા હેતુથી “નારીશકિતને વંદન“ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ગોધરાના ડૉ. ગીધવાણી રોડ સ્થિત સ્વામી શાંતિ પ્રકાશ સત્સંગ ભવન (મંજુબા ધર્મશાળાની પાછળ, સ્ટેશન રોડ, ગોધરા) ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગરના ચેરમેનશ્રી યોગ સેવક શીશપાલજીના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમ મુખ્ય અતિથિ વિશેષ તરીકે મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર ઉપસ્થિત રહયાં હતાં.
આ પ્રસંગે સિવિલ હોસ્પિટલ ગોધરાના CDHO ડૉ.મોનાબેન પંડ્યા, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કોર્ડીનેટર પિન્કીબેન મેકવાન, સોશિયલ મીડિયા ઝોન કોર્ડીનેટર સોનલબેન દરજી, ડિસ્ટિક કોર્ડીનેટર સોનલબેન પરીખ, સોશિયલ મીડિયા ડિસ્ટિક કોર્ડીનેટર શ્યામલ પરીખ, પંચમહાલ જીલ્લાના યોગ કોચ, યોગ ટ્રેનર્સ અને ઉત્તરસિંધી પંચાયત વુમન વિંગની બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.