જામનગર, સંજીવ રાજપૂત: જામનગર ખાતે ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા તેમના જન્મદિવસને સમાજ સેવા દ્વારા ઉજવવામાં આવ્યો હતો.
વાત કરીએ તો પ્રખ્યાત ક્રિકેટર રવીન્દ્રસિંહ જાડેજાના ધર્મપત્ની અને 78 જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા જેઓ તેમના અનેક સેવાકીય કાર્ય માટે જાણીતા છે. જેના થકી જામનગર 78ની પ્રજાએ તેમને જનતાના પ્રતિનિધિ તરીકે ચૂંટયા છે..
જામનગર ખાતે તેઓએ પોતાના જ્ન્મદિવસની કઈક અનોખી રીતે ઉજવવાનો સંકલ્પ કરતા તેઓ દ્વારા પ્રજાના સેવાકીય કાર્ય થકી તેને જામનગર ખાતે ઉજવ્યો હતો જેમાં સ્વ ખર્ચે 21 દીકરીઓના ખાતામાં સુકન્યા સમૃદ્ધિ ખાતામાં 11 હજારના પ્રથમ હપ્તાની ભેટ, તેમની વિધાનસભામાં આવતા બે વિભાગના 121 બાળકોને 1 વર્ષ માટે દત્તક લેવામાં આવ્યા. 11 દીકરીઓને લગ્નનું કરિયાવર ભેટ કરાયું, 11 રમતવીરોને ક્રિકેટ કીટ અર્પણ કરવામાં આવી, બુથ પ્રમુખો અને વોર્ડ પ્રમુખોને રૂ 10 લાખનો વીમો પ્રદાન કરાયો, થેલેસમિયાના દર્દીઓ માટે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 5 લાખનું અનુદાન અપાયું, 75.5 લાખના ખર્ચે એસબીઆઇ સૌજન્યથી આઇસીયુ ઓન વ્હીલ પ્રદાન, પોતાના કાર્યલાય ખાતે આધારકાર્ડ સમાધાન કેન્દ્રનો શુભારંભ સહિત વિવિધ વોર્ડમાં આંગણવાડી કેન્દ્ર, સ્કૂલમાં કોમ્પ્યુટર કલાસરૂમ તેમજ સ્માર્ટ શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિવિધ મહાનુભાવો, સંતો, અધિકારીઓ, વોર્ડ પ્રમુખો, બુથ પ્રમુખો, ભાજપના અગ્રણીઓ, પદાધિકારીઓ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.