જિલ્લા કોંગ્રેસ પાર્ટી દ્વારા મોહનથાળ પ્રસાદ બંધ કરવા બાબતે ઉગ્ર વિરોધ……
અમિત પટેલ અંબાજી
મોહનથાળ પ્રસાદ ફરી શરૂ નહિ કરાય તો ઉગ્ર આંદોલન ની કોંગ્રેસ દ્વારા ચીમકી અપાઈ…..
ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પાછલા ઘણા દિવસ થી મોહનથાળ પ્રસાદ બંધ કરી ચીક્કી ને ” પ્રસાદ” તરીકે જાહેર કરી મોહનથાળ પ્રસાદ શરૂ નહિ કરતા સમગ્ર જિલ્લા ભરમાં તેમજ ગુજરાત રાજ્ય ભર માંથી આ બાબતે લોકો માં નારાજગી જોવા મળી રહી છે.ત્યારે સોશ્યલ મીડિયા તેમજ વર્તમાન પત્રો માં પણ આ બાબતે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે
તેમ છતાં પણ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ શરૂ ના કરાતા હોળી ( ફાગણી પૂનમ ) ના આગલા દિવસે પણ ચીક્કી નો સ્ટોક ખૂટી પડતાં ફરી થી ચીક્કી નો સ્ટોક તાત્કાલિક ધોરણે મંગાવી પ્રસાદ માં ચીક્કી જ ચાલુ રખાઈ છે જેના લીધે દૂર દૂર થી આવતા માઈ ભકતો ને પ્રસાદ માં ચીક્કી આપતા માઈ ભક્તોએ પણ વિરોધ દર્શાવ્યો હતો અને પ્રસાદ ના પૈસા પાછા લઈ ચીક્કી ને પ્રસાદ તરીકે સ્વીકારી નહતી.
બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પાર્ટી દ્વારા આ બાબતે આજ રોજ અંબાજી મંદિર ખાતે દર્શન કરવા આવેલા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ ના મીડિયા કનવિનર ,પ્રવક્તા હેમાંગ રાવલ તાલુકા કોંગ્રેસ સમિતિ અને સ્થાનિક અંબાજી શહેર કોંગ્રેસ સમિતિ ના લોકો દ્વારા અંબાજી મંદિર નો વહીવટ કરતા બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી કમ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ના ચેરમેન શ્રી આનંદ પટેલ ના મોહનથાળ પ્રસાદ ને બંધ કરી ચીક્કી ને પ્રસાદ તરીકે જાહેર કરવા અંગે ના મનસ્વી નિર્ણય પર પોતાનો સખત વિરોધ દર્શાવ્યો હતો
અને માતાજી ને શુદ્ધ ઘી માં બનતા મોહનથાળ પ્રસાદ ને બંધ કરી અંબાજી મંદિર ની વર્ષો જૂની પરંપરા ને બદલવાનો મનસ્વી નિર્ણય લઈ હજારો – લાખો માઈ ભકતો ની લાગણી ને દુભાવવા નું કામ કરી માતાજી ના કોપ ના ભાગીદાર બનવા જઈ રહ્યા છે.તો આ પ્રસાદ ની કામગીરી સાથે સંકળાયેલ ૪૦ + આદિવાસી અને ગરીબ પરિવારો ની રોજી રોટી છીનાવવાનું કામ કરી લોકો ને બેરોજગાર બનાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામો માં જે તે દેવસ્થાનો માં મળતા પ્રસાદ નું પોતાનું અનેરું મહત્વ , અને મહિમા રહેલો છે ,ત્યારે ત્યાંના વહીવટકર્તાઓ દ્વારા ક્યારેય પણ દેવસ્થાન ના પ્રસાદ માં ફેરફાર કરવા નો નિર્ણય લેવાયો નથી ,તો અંબાજી મંદિર ના મોહનથાળ પ્રસાદ જ કેમ ? જ્યારે મોહનથાળ નું નામ પડતાં જ લોકો ને “અંબાજી” નામ યાદ આવતું હોય ત્યારે અંબાજી ના મોહનથાળ પ્રસાદ ની મહિમા કેવી હશે તે આ પરથી સમજી શકાય છે .તેમજ જો એવું જ હોય તો મહુડી અને મગરવાડા સહિત ના ધાર્મિક સ્થળો ના પ્રસાદ માં પણ ફેરફાર કરાવો તેમ કહી કોંગ્રેસ પ્રવકતા એ વિરોધ દર્શાવ્યો હતો.
અંબાજી મંદિર ખાતે આજ રોજ દર્શન કરવા આવેલ કોંગ્રેસ જિલ્લા , તાલુકા અને શહેરી કોંગ્રેસ સમિતિ ના સભ્યો દ્વારા કાળી પટ્ટી પહેરી ને મંદિર માં પ્રવેશ કરી પોતાનો વિરોધ દર્શાવી તેમજ સરકાર શ્રી ને આ અંગે આવેદન પત્ર આપવાની વાત કરાઈ હતી.જો હજુ પણ કલેકટર કમ ચેરમેન શ્રી દ્વારા મોહનથાળ પ્રસાદ ને શરૂ નહિ કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.તેમજ જો અંબાજી મંદિર ના વહીવટકર્તાઓ દ્વાર આ નિર્ણય બદલવામાં નહિ આવે તો ધાર્મિક સંસ્થાઓ , એન.જી. ઓ ને સાથે રાખી બેરોજગાર બનેલ આદિવાસી , ગરીબ પરિવાર ની બહેનો ને જોડે રાખી મોહનથાળ પ્રસાદ તૈયાર કરાવી પેકેટ બનાવી વહેચણી કરવા અંગે પણ વાત કરી હતી.