એબિએનએસ, વી.આર. ગોધરા:
જિલ્લા રોજગાર વિનિમય કચેરી,ગોધરા પંચમહાલ દ્વારા તાલુકા કક્ષાનો રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો સરકારી આઇ.ટી.આઇ, મોરવા હડફ ખાતે યોજાયો હતો.
જેમાં કુલ ૩૪ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે.આ ભરતી મેળામાં પંચમહાલ જિલ્લાની સેટકો ઓટો સિસ્ટમ પ્રા.લી., સત્યમ ઓટો કોમ્પોન્ટસ પ્રા.લી., સુયોગ ઇલેક્ટ્રિકલ., ધમ્મા એન્ટરપ્રાઈઝ., ચૈતન્ય માઇક્રો ફાઇનાન્સ., લાઇટ માઇક્રો ફાઇનાન્સ., પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર.,
અને વડોદરા જિલ્લાની યશસ્વી ફોર સ્કીલ એકેડમી સહિતની ૦૮ નોકરીદાતા કંપનીઓ દ્વારા હેલ્પર, મશીન ઓપરેટર, સેલ્સ એક્ઝિક્યુટિવ, રિલેશનશિપ મેનેજર, ફિલ્ડ ઓફિસર, ટ્રેઇની અને એપ્રન્ટીસ સહિતની ૨૫૦ જેટલી ટેકનિકલ અને નોન ટેકનિકલ ખાલી જગ્યાઓ ભરવા માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આ ભરતી મેળામાં જિલ્લા રોજગાર વિનિમય કચેરીના પ્લેસમેન્ટ ઓફિસર પ્રશાંતભાઇ રાણા દ્વારા ઉમેદવારોને પીએમ ઇન્ટર્નશીપ યોજના, એપ્રન્ટીસ માર્ગદર્શન, અગ્નિવીરની ભરતી અને સ્વરોજગારલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
ઉલ્લેખનીય છે કે આ રોજગાર ભરતી મેળામાં વિવિધ લાયકાત અને કૌશલ ધરાવતા ૭૦ જેટલાં હાજર ઉમેદવારો પૈકી ૩૪ ઉમેદવારોની ૦૮ નોકરીદાતાઓ દ્વારા ઈન્ટરવ્યુ પ્રક્રિયાના માધ્યમથી સ્થળ ઉપર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવી હોવાનું જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પંચમહાલ દ્વારા એક યાદીમાં જણાવાયું છે