Latest

સાંસદશ્રી ભરત સુતરીયાની વિશેષ ઉપસ્થિતીમા લીલીયામોટા ખાતે ભૂગર્ભ ગટરનું ભૂમિ પૂંજન કરતા ધારાસભ્ય કસવાલા

લીલીયામોટાની વર્ષો જૂની સમસ્યાનો આવશે અંત: કસવાલા

લાઠીના ધારસભ્ય શ્રી તળાવીયા, જીલ્લા પંચાયત શિક્ષણ સમિતી ચેરમેન શ્રી ધોરાજીયા, સરપંચ અને ભાજપ કાર્યકર્તાશ્રીઓ, વેપારી મિત્રો બહોળી સંખ્યામા રહ્યા હાજર

લીલીયા મોટા ના માથાના દુખાવા સમાન ભૂગર્ભ ગટરનું વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા,સાંસદ ભરતભાઈ સુતરીયા, લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા ની વિશેષ ઉપસ્થિતિમાં ભૂમિ પૂજન કરાયું સૌ પ્રથમ લીલીયા ખાતે ધારાસભ્ય શ્રી એ અંગત રસ દાખવી અને સાંસદ ભરતભાઈ સુતરીયા સાથે અને વહીવટી તંત્ર સાથે સતત સંપર્ક રાખીને લીલીયા ની જનતાને કાયમી આ માથાના દુખાવા સમાન ગટર પ્રશ્ન માંથી ઉગાર વાની મથામણ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવેલ હોય

ત્યારે આજરોજ તેમનું વિધિવત નવીનીકરણ પ્લાન એસ્ટીમેન્ટ વાળા ગટરનું ભૂમિ પૂજન કરાયું તેવા સમયે લીલીયાના સરપંચ જીવનભાઈ વોરા દ્વારા ધારાસભ્ય કસવાલા, સાંસદ સુતરીયા તેમજ ધારાસભ્ય જનકભાઈ તળાવીયાનું ઢોલ નગારા સાથે પુષ્પ વર્ષા કરી સ્વાગત કરવામાં આવેલ સાથે સાથે સારા અને ગુણવત્તા વાળા કામ માટે T.D.O અને પદાધિકારી અને વેપારીઓ ની સંયુક્ત કમિટી ની પણ રચના કરવા સૂચન કરેલ હતું

સાથે સાથે ધારાસભ્ય કસવાલા દ્વારા અંદાજે 35 વર્ષ જૂનો પ્રશ્ન લીલીયા પૂજાપાદર પૂલ ને પણ યાદ કરીને થોડા મહિનાઓ માં એ પણ હલ કરવાની જાહેર જનતાને ખાતરી આપેલ છે જેને લઇને લીલીયા ની જનતાએ તાળીઓના ગડગડાટ થી ધારાસભ્યની વાતને વધાવી લીધેલ આ ગટરનું કામ અંદાજે 11 કરોડ રૂપિયાના ખર્ચે થવા જઈ રહ્યું છે

જેમાં ચાર પંપિંગ સ્ટેશન મુખ્ય ગટરનું નવીનીકરણ કરી અને આ ગટર પ્રશ્નનું કાયમી નિવારણ આવી જશે આવતા દસ દિવસમાં આ ગટરનું કામ શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે માત્ર ગામ હિતને સાથે રાખવા અને પક્ષા પક્ષી થી દૂર રહી નગરજનોના હિત માટે સૌ સાથે મળી આ યોજનાનો લાભ લે તેવું પણ ધારાસભ્ય કસવાલાએ સૂચન કરેલ

આ તકે તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી, જીગ્નેશ સાવજ, ભીખાભાઈ ધોરાજીયા, કાનજીભાઈ નાકરાણી, મામલતદાર કે.બી સાંગાણી, નાયબ ડી.ડી.ઓ અર્પણ ભાઈ ચાવડા,તાલુકા વિકાસ અધિકારી કિશોરભાઈ આચાર્ય,સરપંચ જીવન ભાઈ વોરા,તલાટી કમ મંત્રી ગઢવી ભાઈ,કાનજીભાઈ નાકરાણી અરુણભાઈ પટેલ બાબુભાઈ ધામત,મગનભાઈ વિરાણી તુષાર ધોરાજીયા, કાંતિભાઈ શિંગાળા, વિજય શેખલીયા, કોન્ટ્રાક્ટર તુષારભાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામ જનો ઉપસ્થિત રહેલ આ સમગ્ર કાર્યક્રમ ને ગ્રામ પંચાયતના સદસ્યો રૂપેશ ભરવાડ રવજીભાઈ વગડીયા હરિભાઈ ચાવડા શાંતિભાઈ વાઘેલા સહિતના ગ્રામ પંચાયત સદસ્યોએ જહમત ઉઠાવેલ તેમ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી.હિરપરાની અખબારી યાદીમાં જણાવેલ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ-૨૦૨૫ ની ઉજવણી અંતર્ગત ગોધરા ખાતે ટ્રાફીક એજ્યુકેશન કાર્યક્રમ યોજાયો

એબીએનએસ, ગોધરા (પંચમહાલ): ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ…

1 of 575

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *