Latest

સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં શ્રી સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત: જામનગરની સુપ્રસિદ્ધ અને નવ દાયકા જૂની શ્રી સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ધોરણ ૯ અને ૧૧ માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ – ૨૦૨૫ અંતર્ગત એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં આયોજિત આ સમારોહમાં દીકરીઓને શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરવામાં આવી.

કાર્યક્રમ દરમિયાન, સાંસદ અને અન્ય મહેમાનોના હસ્તે ધોરણ ૯ અને ૧૧માં પ્રવેશ મેળવનાર દીકરીઓને પાઠ્યપુસ્તકો અને યુનિફોર્મ આપીને શાળામાં તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ધોરણ ૯ થી ૧૨માં પરીક્ષામાં પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીનીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

સાંસદ પૂનમબેન માડમે વિદ્યાર્થીનીઓને સંબોધતા જણાવ્યું હતું કે, શિક્ષણની સાથે સાથે રમતગમત, સાહસ અને હિંમત પણ કેળવવા અત્યંત જરૂરી છે. તેમણે દીકરીઓને મક્કમ નિર્ધાર સાથે પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રગતિ કરવા પ્રેરિત કરી હતી.

આ તકે, પર્યાવરણ સંરક્ષણનો સંદેશો આપવા માટે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આચાર્યા, શાળા સ્ટાફ અને વિદ્યાર્થીની બહેનો દ્વારા સમારોહના સુંદર આયોજન અને સુશોભન બદલ સાંસદએ તેમની જહેમતને બિરદાવી હતી.

આ પ્રસંગે જામનગર મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નીલેશભાઈ કગથરા, જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ કકનાણી, શાસનાધિકારી શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલ, આગેવાનબીનાબેન કોઠારી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિમલભાઈ સોનછાત્રા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના…

1 of 610

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *