Latest

આંકલાવના મુજકુવા ખાતે યોજાઇ વિકસિત ભારત સંકલ્પ યાત્રા

સરકારી યોજનાઓનો પૂરતો લાભ લેવા ગ્રામજનોને અનુરોધ કરતા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી

આણંદ, શનિવાર :: સૌનો સાથ અને સૌનો વિકાસ સૂત્ર સાથે વડાપ્રધાને દેશના તમામ નાગરીકોને વિકાસની ડોર સાથે બાંધવાનું અતુલ્ય કાર્ય હાથ ધરવાની સાથે સાથે વડાપ્રધાનશ્રીએ દેશના વિકાસને વધુ ઝડપે આગળ ધપાવવાના હેતુ સાથે સરકારની દરેક યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રારૂપી જનઆંદોલનની શરૂઆત કરી છે.

જે અંતર્ગત આણંદ જિલ્લાના આંકલાવ તાલુકા સ્થિત મુજકુવા પ્રાથમિક શાળા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ સૌ ગ્રામજનોને કાર્યક્રમમાં ઉભા કરેલા તમામ સ્ટોલ્સની મુલાકાત લઈ જરૂરીયાત મુજબની યોજનાઓનો લાભ મળી શકે છે કે કેમ તેની માહિતી મેળવી તેમાં જરૂરી દસ્તાવેજ રજૂ કરી ત્વરિત નોંધણી કરાવી લાભ લેવા જણાવ્યું હતું.

તેમણે વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ દેશમાં અવિરત ગતિએ થઈ રહેલા વિકાસમાં સૌ એક્સાથે સહભાગી બનીએ તેમ જણાવી ઉપસ્થિત સૌ કોઇને વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ઉદ્દેશ્ય અને મહત્વતા સમજાવી હતી..

કાર્યક્રમના ભાગરૂપે મેરી કહાની, મેરી જુબાની અંતર્ગત સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાને મળેલા લાભો માટે સરકાર અને વડાપ્રધાનશ્રી તથા મુખ્યમંત્રીશ્રી પ્રત્યે આભારભાવ પ્રગટ કરી પોતાના અનુભવો અને પ્રતિભાવો રજૂ કર્યા હતા. કાર્યક્રમના પ્રારંભમાં વિકસિત ભારત માટેનો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો વિડીયો સંદેશ રજૂ કરવામાં આવ્યો હતો.

જલજીવન મિશન અંતર્ગત મુજકુવા ગ્રામ પંચાયતને હર ઘર જલ ગ્રામ જાહેર થવા બદલ અભિનંદન પત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. તેમજ પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના હેઠળ ગામની ચાર મહિલાઓને ગેસ સ્ટવ અને સિલિન્ડર આપવામાં આવ્યાં હતાં.

ગામની સગર્ભા મહિલાઓને પોષણ મળી રહે તે માટે ટી.એચ.આર. પેકેટ તથા ગામના ટી.બી.ના દર્દીને પોષણ કીટ તથા પ્રધાનમંત્રી આયુષ્માન ભારત જન આરોગ્ય યોજના હેઠળ નોંધણી કરવામાં આવી હતી.

મહાનુભાવોના હસ્તે તેમજ રાજ્યકક્ષા અને જિલ્લાક્ક્ષાએ વિવિધ પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીનીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગતગીત રજુ કરવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમના ભાગરૂપે શાળાની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અન્વયે ધરતી કહે પુકાર કે નાટક રજૂ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોને અનેકવિધ યોજનાઓના લાભ સરળતાથી મળી રહે તે હેતુથી શાળાના પટાંગણમાં વિવિધ વિભાગોના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતાં જેની મહાનુભાવો દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને સૌએ એકસાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાની પ્રતિજ્ઞા પણ લીધી હતી.

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં અમુલ ડેરીના ડીરેક્ટરશ્રી ગુલાબસિંહ પઢિયાર, મુજકુવા દૂધ મંડળીના ચેરમેનશ્રી મનુભાઇ પઢિયાર, મામલતદારશ્રી સ્મિતાબેન શાહ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, આંકલાવ બ્લોક હેલ્થ ઓફિસરશ્રી, અગ્રણી સર્વશ્રી સહિત વિવિધ વિભાગના સંબંધીત અધિકારી-કર્મચારીશ્રી, શાળાના સ્ટાફગણ તેમજ બાળકો અને વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયાં હતાં.

રિપોર્ટ ભૂમિકા પંડ્યા આણંદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું

જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…

1 of 607

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *