કપિલ પટેલ દ્વારા અરવલ્લી
નમો ઇન્ડિયાના મહામૂલા યુવાધનને બચાવવા સરકારે આ દિશામાં સત્વરે કડક આદેશો કરી તમામ પાન પાર્લર પર કે કોઈપણ સ્થળે બીડી સિગારેટ ના વેચાણ પણ પ્રતિબંધ લાદવાનું કપરું પગલું ઉઠાવવું પડશે
ગુજરાત રાજ્યના દરેક નાના મોટા શહેરો મા આ બદી અંદરખાને છુપે છુપે જોરદાર ચાલી રહી છે ખાસ કરીને શાળા કોલેજો સહિત ની શૈક્ષણિક સંસ્થાઓ ના વિદ્યાર્થીઓ જાણ્યે અજાણ્યે આ જીવલેણ વ્યસનો નો ભોગ બની રહ્યા છે રાજ્ય સરકારે મહિલાઓ બાળકો યુવાઓ તેમજ સિનિયર સિટીઝન માટે ખૂબ સારી કામગીરી કરીને સમગ્ર દેશ દુનિયામાં પ્રસંશા મેળવી છે
ત્યારે નમો ઇન્ડિયા ના ભાવિ પેઢીના યુવાનો ની ઉજ્જવળ કારકિર્દી માટે કડક આદેશો કરી રાજ્યની મહામૂલી માનવ સંપતિ રૂપી યુવાધન ને વ્યસનો ના રવાડે ચડી બરબાદ થતાં અટકાવવું પડશે જે દરેક સમાજના દીકરાઓ સહિત એમના પરિવારની સૌથી મોટી સમાજ સેવા ગણાશે અને સાચા અર્થમાં ગુજરાતનું ગૌરવ એવા દેશ દુનિયામાં ભારત દેશ ને ગૌરવ અપાવનારા રાષ્ટ્રના યશસ્વી વડાપ્રધાન માનનીયશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ અને સબકા કલ્યાણનું સ્વપ્ન સાકાર થશે એમ અરવલ્લી જિલ્લા આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભીએ જણાવ્યું હતું